દેખાડે છે સંત, – એ છે હીરો હીન્દુસ્તાનનો...
જિન માર્ગનો પ્રકાશક છે, એ હીરલો હીન્દુસ્તાનનો...
જ્યાં સીમંધર –સંસ્કાર છે, જ્યાં વીર પ્રભુની હાક છે.
જ્યાં કુંદપ્રભુના તેજ છે, એ હીરલો હીન્દુસ્તાનનો...
‘સપ્ત’ તત્ત્વનો જાણ છે, ‘પંચ’ પરમેષ્ઠીનો દાસ છે,
જગતથી ઉદાસ છે, એ હીરલો હિન્દુસ્તાનનો...
જેના આતમતેજ અપાર છે, કોહીનૂર ઝંખવાય છે,
મોહ અંધારા ભાગે છે, આ હીરલો હિન્દુસ્તાનનો...
શ્રુતના દરિયા મથી મથી, જે સમ્યક્ રત્નો કાઢે છે,
અમૃત પાન કરાવે છે, આ હીરલો હિન્દુસ્તાનનો...
હીરક ઉત્સવ શોભતો, ત્યાં વાગે મંગલ નોબતો
મુમુક્ષુ હૈડે દીપતો, આ હીરલો હિન્દુસ્તાનનો...
શ્રદ્ધાનાં જ્યાં નૂર છે, શ્રુતતરંગ ભરપૂર છે,
‘હીરો’ કહે જયવંત છે, આ હીરલો હિન્દુસ્તાનનો...