રાજદરબાર, ઈન્દ્રદરબાર વગેરેના ભાવવાહી દ્રશ્યો થયા હતા. સાંજે ઘણા
ભક્તિભાવપૂર્વક દાદર જિનમંદિરમાં વેદી–કળશ–ધ્વજશુદ્ધિ થઈ હતી. રાત્રે ભક્તિ–
ભજનનો કાર્યક્રમ હતો. વૈશાખ સુદ સાતમ એ માગસર વદ અગિયારસ તરીકે શોભતી
હતી....એ સુપ્રભાત અનેરૂં શોભતું હતું....ભગવાન પાશ્વનાથનો જન્મ થતાં દશે દિશાઓ
આનંદમંગલના નાદથી જ્યારે ગાજી ઊઠી... ચારેકોર ઝળહળતો પ્રકાશ ખીલી ઊઠ્યો
અને હજારો જીવોનાં હૈયાં હર્ષથી નાચી ઊઠયા ત્યારે તો, જાણે પંચમકાળમાં નહિ પણ
ચોથા કાળમાં બેઠા હોઈએ ને મુંબઈનગરીમાં નહિ પરંતુ વારાણસીનગરી
(કાશીનગરી) માં બેઠા હોઈએ...એવું લાગતું હતું. મધ્યલોકની તો શી વાત,
ઊર્ધ્વલોકના ઈન્દ્રો ને ઈન્દ્રાણીઓ પણ આનંદવિભોર બન્યા હતા...ને સૌ ભગવાનના
જન્મોત્સવનો હર્ષ વ્યક્ત કરી રહ્યા હતા...છપ્પન કુમારીદેવીઓ જન્મવધાઈના
મંગળગીતપૂર્વક પોતાનો આનંદ વ્યક્ત કરતી હતી. ચારે કોર વાજાં ગાજતા
હતા...સૌધર્મઈન્દ્ર ઐરાવત સહિત અને બીજા અનેક ઈન્દ્રઈન્દ્રાણીઓ ભગવાનનો
જન્મોત્સવ ઉજવવા ભારતમાં આવી પહોંચ્યા. અને જ્યારે શચીદેવીએ એ
બાલતીર્થંકરને હાથમાં તેડયા ને ભક્તિપૂર્વક ઈન્દ્રના હાથમાં આપ્યા...ત્યારે હજારો લોકો
એ પાર્શ્વકુંવરને દેખીને આનંદથી જયજયકાર કરવા લાગ્યા....અહા, તીર્થંકર જન્મ્યા...ને
એમના દર્શન થયા...એ કલ્યાણક પ્રસંગની શી વાત! સૌધર્મઈન્દ્ર તથા શચી ઈન્દ્રાણી
થવાનું સદ્ભાગ્ય શેઠ પુરણચંદજી ઝવેરી અને તેમના ધર્મપત્નીને, તથા ઐશાનેન્દ્ર થવાનું
સુભાગ્ય શેઠ રમણીકભાઈ તથા તેમનાં ધર્મપત્નીને પ્રાપ્ત થયું હતું. તે ઉપરાંત બીજા ૧૧
ઈન્દ્ર–ઈન્દ્રાણીઓ પણ ભગવાનના કલ્યાણક ઉજવવામાં હર્ષાનંદપૂર્વક ભાગ લઈ રહ્યા
હતા. શ્રી અશ્વસેન પિતાજી તરીકે દેસાઈ પ્રાણલાલભાઈ અને વામાદેવી માતાજી તરીકે
સૌ. કસુંબા બહેનને મહાભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઈન્દ્ર–ઈન્દ્રાણીઓ ભગવાન પાર્શ્વકુમારને
નીરખી નીરખીને ખૂબ હર્ષિત થયા...ઐરાવત ઉપર ભગવાન બાલતીર્થંકરના
જન્માભિષેક માટેની સવારી અદ્ભુત હતી. મુંબઈના રસ્તા ઉપર–માણસોનેય ચાલવાની
જ્યાં ભીડ પડે છે ત્યાં હાથી અને બીજા અનેક આજ સહિતની પાર્શ્વકુંવરની ભવ્ય
સવારી જ્યારે નીકળી ત્યારે મુંબઈનગરીના સાત સાત માળના મકાનોની અટારીઓ
દર્શકોથી ઊભરાતી હતી...જે નગરીમાં ભગવાન જન્મે તે નગરીના હર્ષની શી વાત!!
સાદા હાથી ઉપરાંત ઊચેંઊંચે ઐરાવતહાથી પણ સાત સૂંઢસહિત કલા કારીગરીથી ખૂબ
શોભતો હતો. નગરીના મુખ્ય રસ્તાઓ ઉપર થઈને આઝાદમેદાનમાં મેરૂપર્વત પાસે
આવી પહોંચ્યા...ને ત્યાં ઘણી ભક્તિપૂર્વક પંદર