Atmadharma magazine - Ank 248
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 55

background image
વર્ષ: ૨૧ તંત્રીઃજગજીવન બાવચંદ દોશી વીર સં. ૨૪૯૦
સ મ્ય ક ત્વ
નિષ્કંપ મેરૂવત અને નિર્મળ ગ્રહી સમ્યક્ત્વને
શ્રાવક! ધ્યાવો ધ્યાનમાં એને જ દુઃખક્ષય હેતુએ. ૮૬
સમ્યક્ત્વને જે ધ્યાવતો તે જીવ સમ્યક્ દ્રષ્ટિ છે,
દ્રુષ્ટાષ્ટકર્મો ક્ષય કરે સમ્યક્ત્વના પરિણમનથી.
૮૭
અધિક શું કહેવું અરે! સિધ્યા અને જે સિદ્ધશે,
વળી સિદ્ધતા–સૌ નરવરો, મહિમા બધો સમ્યક્ત્વનો.
૮૮
સમ્યક્ત્વ–સિદ્ધિકર અહો, સ્વપ્નેય નહિ દુષિત છે,
તે ધન્ય છે સુકૃતાર્થ છે,
શૂર વીર ને પંડિત છે. ૮૯
(–ભગવત્ કુંદકુંદસ્વામી)

ત્રણકાળ ને ત્રણલોકમાં સમકિત સમ નહિ શ્રેય છે,
મિથ્યાત્વ સમ અશ્રેય કો નહિ જગતમાં આ જીવને. ૩૪
(–શ્રી સમન્તભદ્ર સ્વામી)