Atmadharma magazine - Ank 249
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 35

background image
અષાઢઃ ૨૪૯૦ઃ ૧પઃ
અજ્ઞાનીનો મિથ્યા અભિપ્રાય
જેમ કોઇ ચોર એમ કહે કે ચોરી કરવી એ જ
મારો ધંધો....તો તે જેલ–બંધનમાંથી ક્યારે છૂટે?–તેમ
જે અજ્ઞાની એમ માને કે પરને સુખી–દુઃખી કરવા તે
મારું કાર્ય,–અને શુભાશુભ અપરાધભાવ તે મારા
ઉપયોગનું કાર્ય–એમ પર ભાવરૂપી અપરાધના
કર્તૃત્વને પોતાનો ધંધો માને તે ચોર આ સંસારરૂપી
જેલના બંધનથી કેમ છૂટે?
(સમયસાર બંધ–અધિકાર ઉપરના પ્રવચનોમાંથી)
આ જ્ઞાનસ્વરૂપ આત્મા ખરેખર સ્વભાવથી તો અબંધ છે; પણ તે પોતાનું
જ્ઞાનસ્વરૂપ ભૂલીને, ઉપયોગને રાગમાં તન્મય કરતો થકો, અજ્ઞાનથી બંધાય છે.
મિથ્યાદ્રષ્ટિનો મિથ્યાત્વભાવ તે જ મુખ્ય બંધનું કારણ છે. મિથ્યાત્વને લીધે આત્મા
પરભાવમાં એકપણાની બુદ્ધિથી પરિણમતો થકો, દેહાદિની કે પર જીવોની ક્રિયાને હું
કરું એમ માનતો થકો, બંધાય છે. હું બીજા જીવોને બાંધું કે હું બીજા જીવોને છોડું,–
અથવા હું બીજા જીવોને દુઃખી કરું, કે હું બીજા જીવોને સુખી કરું–આવી અજ્ઞાનીની
જે મિથ્યાબુદ્ધિ છે તે નિરર્થક છે; નિરર્થક એટલા માટે છે કે તેની માન્યતા પ્રમાણે
વસ્તુ જગતમાં નથી. જગતના જીવો તો પોતાના સમ્યગ્દર્શનાદિના અભાવને લીધે
પોતાના અજ્ઞાનભાવથી સ્વયં બંધાય છે, અને એ જ રીતે તેઓ અજ્ઞાનનો અભાવ
કરીને, સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગની સાધના વડે સ્વયમેવ મુક્ત થાય છે; બીજો
તેને શું કરે?
હે ભાઈ, જીવ જ્યાં પોતાના અજ્ઞાનથી જ બંધાય છે, ત્યાં તેને બાંધવાનો
અભિપ્રાય તું કર કે ન કર તેથી સામામાં તો કાંઇ ફેર પડતો નથી, તારા અભિપ્રાયનું
કાર્ય તેનામાં કાંઈ જ આવતું નથી તેથી તારો અભિપ્રાય નિરર્થક છે, મિથ્યા છે ને તે તને
બંધનું કારણ છે.
એ જ રીતે જીવ જ્યાં પોતાના સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગના પુરુષાર્થ વડે મુક્ત
થાય છે, ત્યાં તેને મુક્ત કરવાનો અભિપ્રાય તું કર કે ન કર તેથી સામામાં તો કાંઈ ફેર
પડતો નથી, તારા અભિપ્રાયનું કાર્ય તેનામાં તો કાંઇ જ આવતું નથી, તેથી તારો
અભિપ્રાય નિરર્થક છે–મિથ્યા છે, અને તે તને બંધનું કારણ છે.