Atmadharma magazine - Ank 249
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 35

background image
૨ઃ આત્મધર્મઃ ૨૪૯
જીવના પાંચ ભાવોનો પરિચય
જીવના પાંચ ખાસ ભાવો છે. અને પોતાના
ઉપશમાદિ સર્વે ભાવોનો કર્તા જીવ પોતે જ છે.
પુદ્ગલકર્મની ઉદયાદિ સર્વ અવસ્થાનું કર્તા તે પુદ્ગલકર્મ
જ સ્વયં છે. જીવના પાંચ ભાવો સંબંધી સુંદર વિવેચન
પ્રવચનમાં આવેલું; જે વિવિધ પ્રકારો જાણતાં જિજ્ઞાસુને
જ્ઞાનનો ઉલ્લાસ થાય છે. તે પાંચ ભાવોનો પરિચય
ઉપયોગી હોવાથી અહીં તે સંબંધી ૬૧ પ્રશ્નો આપવામાં
આવ્યા છે. આ અંકમાં માત્ર પ્રશ્નો જ આપીએ છીએ,
તેના ઉત્તર આવતા અંકમાં આપીશું; જેથી જિજ્ઞાસુ
પાઠકોને સ્વયં વિચારવાનો અવકાશ રહે.
(૧) જીવના ખાસ પાંચ ભાવો છે તે કયા કયા?
(૨) ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધીમાં હોય તે કયો ભાવ?
(૩) ચોથાથી ૧૧ મા ગુણસ્થાન સુધીમાં હોય તે કયો ભાવ?
(૪) પહેલેથી ૧૪ મા ગુણસ્થાન સુધી હોય તે કયો ભાવ?
(પ) પહેલેથી બારમા ગુણસ્થાન સુધી હોય તે કયો ભાવ?
(૬) સંસારી અને સિદ્ધ બધાયમાં હોય–તે કયો ભાવ?
(૭) સિદ્ધમાં ન હોય–તે કયો ભાવ?
(૮) સંસારીમાં ન હોય–તે કયો ભાવ?
(૯) બધાય સંસારી જીવોમાં હોય–તે કયો ભાવ?
(૧૦) સંસારમાં સૌથી ઝાઝા જીવોને હોય તે કયો ભાવ?
(૧૧) સંસારમાં સૌથી ઓછા જીવને હોય તે કયો ભાવ?
(૧૨) બધાય છદ્મસ્થ જીવોને હોય–તે કયો ભાવ?