૬ઃ આત્મધર્મઃ ૨૪૯
(૯પ) જગતમાં ઉપશમ કરતાં ક્ષાયકભાવવાળા જીવો કેટલા?
(૯૬) સંસારમાં ક્ષયોપશમસમકિતી વધારે કે ક્ષાયકસમકિતી?
(૯૭) સીમંધરનાથમાં ન હોય ને આપણામાં હોય તે કયો ભાવ?
(૯૮) સીમંધરનાથમાં હોય ને આપણામાં અત્યારે ન હોય તે કયો ભાવ?
(૯૯) સીમંધરનાથમાં હોય ને આપણામાંય હોય–તે કયો ભાવ?
(૧૦૦) કેવળજ્ઞાન થાય ત્યારે કયો ભાવ આત્મામાંથી ઓછો થાય?
(૧૦૧) એકજીવ અરિહંતમાંથી સિદ્ધ થયો ત્યારે કયો ભાવ તેનામાંથી ઓછો
થાય?
[જવાબો માટે આવતો અંક જુઓ]
વૈરાગ્ય–અમૃત
અનંતકાળમાં સંયોગ–વિયોગના અનેક પ્રસંગો
જીવને બન્યા છે. ઘણા જીવો સાથે પોતે સંબંધ બાંધીને
સૌને પોતે છોડીને આવ્યો છે, ઘણા જીવોએ પોતાને
છોડયો છે; એમ અનંતકાળમાં ઘણાને પોતે છોડયા છે ને
બીજા જીવોએ પોતાને છોડયો છે. માત્ર આ જન્મના
રાગને લઇને જીવને દુઃખ થાય છે. ખરેખર સંસારમાં કોઇ
કોઇનું નથી. આ સંસારમાં સારભૂત હોય તો જ્ઞાયક
આત્મા અને પંચપરમેષ્ઠી ભગવાન છે. સાચું શરણ
આત્માનું અને પંચ પરમેષ્ઠી ભગવાનનું છે.