: વૈશાખ : આત્મધર્મ : પ :
૪૨ અહા! તીર્થંકરો અને મુનિઓનું જીવના તો સ્વાનુભવવડે અધ્યાત્મરસમાં ઓતપ્રોત
બનેલું છે–એમની શી વાત!
*
૪૩ જૈનશાસનમાં અનેક શ્રાવકો પણ એવા ધર્મી પાકયા છે કે જેમનું અધ્યાત્મજીવન
અનેક જિજ્ઞાસુઓને અધ્યાત્મની પ્રેરણા જગાડે છે.
*
૪૪ સમ્યક્ત્વની અને નિર્વિકલ્પ સ્વાનુભવની આત્મસ્પર્શી ચર્ચાઓ પણ
સમ્યક્ત્વપિપાસુને અત્યંત અહ્લાદકારી છે.
*
૪પ સ્વાનુભવી સંતની અદ્ભુત–અચિંત્ય પરિણતિનું ચિંતન કરતાં પરિણામમાં
સ્વાનુભવનો ઉલ્લાસ જાગે છે.
*
૪૬ ભાઈ, સંતોએ પોતે આત્મામાં જે કર્યું તે જ તને બતાવે છે.
*
૪૭ અહા, આત્માના સ્વાનુભવથી મોક્ષને સાધવાનો આવો અવસર તને હાથમાં આવ્યો
છે.....માટે હે જીવ! તું જાગ.
*
૪૮ सन्तोंके प्रतापसे सब अवसर आ चूका हૈ....હવે શુભથી આગળ જઈને શુદ્ધતાની
અપૂર્વ ધારા ઉલ્લસાવ.
*
૪૯ મોક્ષમાર્ગ શુદ્ધ આત્માને આશ્રિત છે, તેના વિના મોક્ષ સાધી શકતો નથી.
*
પ૦ વસ્તુ પોતાની સહજ શક્તિથી કાર્યરૂપ પરિણમે છે,–એમ જાણીને સ્વાશ્રય કરતાં
મોક્ષમાર્ગ પ્રગટે છે.
*
પ૧ દરેક વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં જ તેની મર્યાદા છે; બીજાના દ્રવ્ય–ગુણ–પર્યાય
તેની મર્યાદાથી બહાર છે.
*
પ૨ વસ્તુસ્વરૂપની વ્યવસ્થા જાણીને સંતોએ પોતાના શુદ્ધસ્વરૂપમાં મતિને વ્યવસ્થિત
કરી છે.