Atmadharma magazine - Ank 260
(Year 22 - Vir Nirvana Samvat 2491, A.D. 1965).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 51

background image
: જેઠ: આત્મધર્મ :૯:
ભિષેક થયો હતો; દેશોદેશના અનેક રાજાઓએ ભેટ ધરી હતી.
(વૈ. સુ ૧૦ તા. ૧૦) આજે સવારમાં ભગવાન ઋષભદેવના વૈરાગ્યનું દ્રશ્ય
થયું હતું. ચૈત્ર વદ નોમ–એ ભગવાનના જન્મકલ્યાણકનો દિવસ હતો; ઈન્દ્ર–દેવદેવીઓ
રાજસભામાં નૃત્ય–ભક્તિ કરી રહ્યા છે; નીલંજસાદેવી હાવભાવથી પ્રભુસન્મુખ ભક્તિ
વ્યક્ત કરી રહી છે, ત્યાં નૃત્ય કરતાં કરતાં જ તેનું આયુષ્ય પૂર્ણ થતાં તે અદ્રશ્ય બની
જાય છે ને તેના સ્થાને તેના જેવી જ બીજી દેવ આવીને નૃત્ય કરે છે. ભગવાનના
સૂક્ષ્મજ્ઞાનમાં એ વાત છૂપી રહેતી નથી, ને સંસારની આવી ક્ષણભંગુરતા દેખીને તરત
ભગવાન સંસારથી વિરક્ત થાય છે. જાતિસ્મરણજ્ઞાન થાય છે, બાર વૈરાગ્ય ભાવના
ભાવે છે, લોકાંતિકદેવો આવીને સ્તુતિપૂર્વક ભગવાનના વૈરાગ્યની અનુમોદના કરે છે;
ઈન્દ્રો દીક્ષાકલ્યાણક ઉજવવા આવે છે. દીક્ષાપ્રસંગના મંગલ અભિષેક બાદ ભગવાનની
દીક્ષાયાત્રા શરૂ થાય છે. શરૂઆતમાં રાજવીઓ પછી વિદ્યાધરો ને પછી દેવો પ્રભુની
પાલખી ઉપાડે છે. પ્રભુની સાથે દીક્ષા–યાત્રામાં હજારો નરનારીઓનો સમૂહ ભગવાનના
વૈરાગ્યની અનુમોદના કરતો ને તે ધન્યદશાની ભાવના ભાવતો જઈ રહ્યો હતા. પ્રભુ
આદિનાથની દીક્ષાયાત્રામાં પૂ. કહાનગુરુ પણ ઠેઠ સુધી સાથે હતા. દીક્ષાવન (જ્યુબિલી
ગાર્ડન) માં પ્રભુની દીક્ષાના ભાવભીનાં દ્રશ્યો અલૌકિક વાતાવરણ ખડું કરતા હતા,
રાજકોટ જેવા શહેરની મધ્યમાં હોવા છતાં દુન્યવી વાતાવરણથી દૂર–દૂર કોઈ પ્રશાંત–
વનમાં મુનિરાજની સમીપ બેઠા હોઈએ એવું ઘેરું વાતાવરણ હતું. આવા વાતાવરણ
વચ્ચે દીક્ષાકલ્યાણક બાદ પ્રવચનમાં પૂ. ગુરુદેવે એ મુનિદશાનું સ્વરૂપ સમજાવ્યું ને એ
ધન્યદશાની ભાવના ઉલ્લસાવી દીક્ષાવિધિ બાદ ચાર જ્ઞાનધારી પ્રભુ તો વનમાં વિચરી
ગયા, ને ભક્તજનો નગરીમાં પાછા ફર્યો. બપોરે એ ઋષભમુનિરાજના દર્શનથી સૌને
આનંદ થયો ને મુનિભક્તિ કરી. રાત્રે ભગવાન શ્રી આદિ– નાથપ્રભુના દસ પૂર્વભવોનાં
દ્રશ્યો સહિત પં. શ્રી નાથુલાલજી શાસ્ત્રીએ વિવેચન કર્યું હતું. જેમાં પૂર્વના આહારદાન
વગેરે પ્રસંગોનાં ભક્તિભીનાં દ્રશ્યો જોતાં આનંદ થતો હતો. ત્યાર– બાદ ભરત અને
બાહુબલી સંબંધી સંવાદ નાટકરૂપે રજુ કરવામાં આવ્યો હતો.
(તા. ૧૧ વૈ. સુ. ૧૧) આજે સવારે શ્રી ઋષભમુનિરાજના આહારદાનનો
પ્રસંગ આનંદપૂર્વક બન્યો હતો. આહારદાનનો લાભ શેઠ શ્રી મોહનલાલ કાનજીભાઈ
ધીયાને મળ્‌યો હતો. એક વર્ષ ઉપરાંતની તપસ્યા બાદ આજે ભગવાને પ્રથમવાર
આહારગ્રહણ કર્યું ને અસંખ્યવર્ષો બાદ શ્રેયાંસરાજાના સુહસ્તે મુનિના આહારદાનનો
માર્ગ આ ભરતક્ષે્રત્રમાં ખૂલ્યો, એ ધન્ય પ્રસંગોના સ્મરણથી હર્ષ થતો હતો. ધન્ય એ
આહાર લેનાર મોક્ષમાર્ગી મુનિરાજ; ને ધન્ય એ દાતાર શ્રેયાંસરાય.–આઠ આઠ ભવના
એ સાથીદાર હતા. આહારદાન પછી અત્યંત હર્ષપૂર્વક એ મુનિરાજની સાથે સાથે જઈને
ભક્તજનોએ ઘણા ભાવપૂર્વક