: જેઠ: આત્મધર્મ :૨૭:
(આત્મધર્મનો ચાલુ વિભાગ, લેખાંક ૯)
(વિવિધ વચનામૃતનો આ વિભાગ પ્રવચનોમાંથી, શાસ્ત્રોમાંથી તેમજ
રાત્રિચર્ચા વગેરે વિવિધ પ્રસંગો પરથી તૈયાર કરવામાં આવે છે.)
(૧૪૮) ધર્મી જીવ
ધર્મીજીવ અંતરઅનુભવથી પોતાના સ્વભાવને દેખીને પરમ પ્રસન્ન થાય છે.
ચેતન્યના અનુભવની ખુમારી એના ચિત્તને બીજે ક્્યાંય લાગવા દેતી નથી.
સ્વાનુભવના શાંતરસથી તે તૃપ્ત તૃપ્ત છે. ચૈતન્યના આનંદની મસ્તીમાં તે એવા મસ્ત છે
કે બીજું કાંઈ કરવાનું રહ્યું નથી.
(૧૪૯) એકત્વમાં પરમસુખ
હું જ જ્ઞાન–દર્શન–ચારિત્ર છું, હું જ મોક્ષ છું, હું જ સુખ છું; મારો સ્વભાવ
વૃદ્ધિગત છે, પરભાવનો મારામાં પ્રવેશ નથી. હું મારા ચૈતન્યવિલાસસ્વરૂપ છું.
ચૈતન્યમાં બીજા કોઈની ચિન્તા નથી.–આમ ધર્મી જીવ પરથી ભિન્ન પોતાના
એકત્વસ્વરૂપને ચિંતવે છે. એકત્વ ચૈતન્યના ચિંતનમાં પરમસુખ છે.
(૧પ૦) આનંદ
સ્વાનુભૂતિનો આનંદ એ જ જગતમાં સર્વોત્કૃષ્ટ ઉપાદેય છે. અત્યંત મધુર જે
ચૈતન્ય– રસનો સ્વાદ, એ સ્વાદ જેવો આનંદ જગતના કોઈ પદાર્થમાં નથી. આવો
આનંદ બતાવીને સંતો કહે છે કે આજે જ તમે આનો અનુભવ કરો, આવા આનંદને
હમણાં જ અનુભવો.
(૧પ૧) શૂરવીરો મોક્ષને સાધે છે.
હે જીવ! શૂરવીર થઈને સ્વભાવનું વેદન કર.....ને પરભાવને ભગાડ. જેમ સિંહ
ત્રાડ પાડે ત્યાં જંગલના પશુડાં ભાગે તેમ ચૈતન્યસિંહ નિજસ્વરૂપને સંભાળતો સ્વવીર્યથી
જાગ્યો ત્યાં પરભાવો ભાગે છે. સ્વભાવના સ્વાદમાં પરભાવોનો અભાવ છે. જે પરભાવમાં
અટકીને સ્વભાવને ભૂલ્યો તે શૂરવીર નથી; જેણે પરભાવને દૂર કરીને સ્વભાવમાં પ્રવેશ
કર્યો તે શૂરવીર છે. આવા શૂરવીરો જ બંધનને તોડીને મોક્ષને સાધે છે.
(૧પ૨) આરામનું ધામ
આનંદથી ભરેલો આત્મા, એ જ ધર્મીનું ક્રીડાવન છે, ચૈતન્યબાગ ખીલ્યો તેમાં
ધર્મી– જીવ કેલિ કરે છે.; શાશ્વત જેનો પ્રતાપ છે એવો