શ્રુતદાતાર સન્તોને નમસ્કાર
ભગવંત સંતોએ કહેલાં શ્રુત અતીન્દ્રિય
આત્મસુખની રુચિ કરાવીને બાહ્યવિષયોથી વિરક્તિ
કરાવેશ્રુત છે. પંચમી (જેઠ સુદ પાંચમ) એ જ્ઞાનની
અખંડ આરાધનાનો પવિત્ર દિવસ છે. ભગવાન
તીર્થંકરદેવની વાણીની અચ્છિન્નધારા પરમ દિગંબર
સંતોએ ટકાવી રાખી છે; એ વાણી સિદ્ધસ્વરૂપી
શુદ્ધઆત્માનું પ્રકાશન કરે છે. અંતરમાં સિદ્ધપદને સાધતાં
સાધતાં ભાવશ્રુતધારક સંતોએ ભગવાનની વાણી
ઝીલીને દ્રવ્યશ્રુતની પરંપરા પણ ટકાવી રાખી છે.
અંતર્મુખ થઈને ગિરિગૂફામાં જેઓ સ્વાનુભવ વડે
ચૈતન્યનું આરાધન કરતા હતા એવા સંતોએ,
ષટ્ખંડાગમરૂપે ભગવાનની જે વાણી સંઘરી તેના
બહુમાનનો મોટો મહોત્સવ આ શ્રુતપંચમીના દિવસે
અંકલેશ્વરમાં ઉજવાયો હતો. નમસ્કાર હો એ શ્રુતને
અને શ્રુતપરિણત સન્તોને.