: ૩૮ : આત્મધર્મ : આસો :
પ્રા સં ગિ ક “स त्त्वे षु मै त्री”
સર્વત્ર શાંતિ પ્રસરો...સમસ્ત દેશોની પ્રજા ક્ષેમકુશળ હો....
સર્વજીવોને હિતકારી ધર્મચક્ર સદાય પ્રવર્તમાન રહો
અશાંતિથી ભરેલી આ દુનિયામાં એક ચૈતન્યતત્ત્વ જ શાંતિનું ધામ છે–તે સન્તો
બતાવી રહ્યા છે. અનિત્યતાના ને અશાંતિના બનાવો તો જગતમાં સદાય બન્યા જ
કરતા હોય છે. હાલમાં દિનેદિને ઝડપભેર જે બનાવો બની રહ્યા છે, ને સારાય રાષ્ટ્રને જે
અસર કરી રહ્યા છે તે સંસારનું અશરણપણું ને ક્ષણભંગુરપણું જોરશોરથી પ્રસિદ્ધ કરી
રહ્યા છે, જેનું સ્વરૂપ વિચારતાં સંસારમાંથી મુમુક્ષુને ચિત્ત એકદમ હટીને સ્વરૂપનું શરણ
શોધવા એકદમ તત્પર બને છે. સંસારનું આવું સ્વરૂપ જાણીને સંતોએ એક અત્યંત ટૂંકો
છતાં મહાન વૈરાગ્યમંત્ર આપ્યો છે–“जगदस्थिरम्”
તાજેતરમાં (તા ૧૯ સપ્ટેમ્બર ૧૯૬પ ના રોજ) ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન
શ્રી બળંવતરાયભાઈ મહેતા તથા તેમના ધર્મપત્ની સરોજબેન વગેરેના અવસાનનો
અતિ કરુણ બનાવ તો ઘણો વૈરાગ્યપ્રેરક છે. આકાશમાં કે પાતાળમાં ક્્યાંય પણ કાળના
ઝપટામાંથી જીવ બચી શકતો નથી; સુખસાધનથી ભરપૂર એરોપ્લેન કે મુખ્યપ્રધાન જેવું
મોટું પદ–એ કોઈ એમને ન તો બચાવી શકયું, કે ન શરણરૂપ થયું. મરણથી બચાવનાર
એક જ વસ્તુ છે–અને તે રત્નત્રયધર્મ.
એક દેવે ક્રોધિત થઈને દ્વારિકાનગરી ભસ્મ કરવા માંડી; શ્રી કૃષ્ણ જેવાજેના રક્ષક
એવી દ્વારિકાનગરી ભડભડ સળગવા મંડી....ઘણા જીવો વૈરાગ્ય પામી સ્વરૂપ સાધવા ચાલ્યા
ગયા, શ્રી કૃષ્ણ અને બળભદ્ર જેવા બળવાન યોદ્ધાએ દરિયાના પાણી વડે એ દ્વારિકાને
આગથી બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પણ દરિયાનું પાણી તેલ જેવું થઈને, આગને
ઠારવાને બદલે ઊલટું વધારવા લાગ્યું. માતા–પિતાને બચાવવા રથમાં બેસાડીને નગર બહાર
કાઢવા માંડયા પણ રથના ઘોડા ભસ્મ થઈ ગયા; ઘોડાને સ્થાને શ્રીકૃષ્ણ અને બળભદ્ર પોતે
જાતે રથ ખેંચવા માંડયા–પણ એ રથ એક ડગલું પણ ન ચસક્યો...શ્રીકૃષ્ણ જેવા શ્રીકૃષ્ણ
નજર સામે જ માતાપિતાને આગમાં ભસ્મ થતાં અસહાયરૂપે જોઈ રહ્યા! અરે, સંસાર!
અંદર અસંખ્યપ્રદેશી શાંતિધામ છે તે જ નિર્ભય શરણસ્થાન છે.
જગત્ સન્તોના પ્રતાપે આવું સર્વજીવોને હિતકારી એવું ધર્મચક્ર
શાન્તિધામ દેખો. સદાય પ્રવર્તમાન રહો.
સર્વત્ર શાંતિ પ્રસરો. સમસ્ત દેશોની પ્રજા ક્ષેમકુશળ હો.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક:– અનંતરાય હરિલાલ શેઠ. આનંદ પ્રિંન્ટીગ પ્રેસ–ભાવનગર