: માગશર : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
બે ભાગ
(તેમાંથી સારૂં તે તારું)
એકકોર આનંદનો મોટો ઢગલો એવો સ્વભાવ,
બીજીકોર રાગ–દ્વેષ–પુણ્ય–પાપ–મોહરૂપ દુઃખનો ઢગલો.
એક સુખનો ઢગલો બીજો દુઃખનો ઢગલો, બંને ઢગલા તારી સામે
પડ્યા છે, તેમાંથી તારે જોઈએ તે ઢગલો લે. તને જે ગમે તે ભાગ તું લે. ક્્યો
ભાગ લઈશું?
સન્તો કહે છે કે આ આનંદનો ઢગલો તે તારો સાચો ભાગ છે, તે
ભાગ સારો ને ઉત્તમ છે, ને દુઃખનો–વિકારનો ભાગ તે સારો ભાગ નથી, એ
તો બગડેલો ભાગ છે. માટે સારો ભાગ તે તારો, –એમ સમજીને સારભૂત
એવા આનંદસ્વભાવને તું ગ્રહણ કરજે, વિકારને–દુઃખને ગ્રહણ કરીશ નહિ.
‘સારૂં તે તારું. ’
એકકોર પરભાવોનો પૂંજ ને એકકોર શુદ્ધસ્વભાવનો પૂંજ, બંને ઢગલા
એક સાથે તારી સામે વિદ્યમાન છે, પણ તું પરભાવના પૂંજને છોડીને
શુદ્ધદ્રષ્ટિવડે અંતરમાં સ્વભાવના પૂંજને ગ્રહણ કરજે. એ ભાગ અનંતો મહાન
અને ઉત્તમ છે. –આવો સંતોનો ઉપદેશ છે.
બહુ લોક જ્ઞાનગુણે રહિત, આ પદ નહિ પામી શકે;
રે ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને.