સ્વભાવની ચીજ છે? જે પોતાના સ્વભાવની ચીજ ન હોય તેનાથી આત્માની શોભા
કેમ હોય? હે જીવ! તારી શોભા તો તારા નિર્મળ ભાવોથી છે, બીજાથી તારી શોભા
નથી, અંતર સ્વભાવની પ્રતીત કરીને તેમાં તું ઠર એટલી જ તારી મુક્તિની વાર છે.
પોતાના ધર્મને છોડે નહિ. કોઈ કહે કે ધર્મીને પુત્ર વગેરે મરે જ નહિ, ધર્મીને રોગ થાય
જ નહિ, ધર્મીને વહાણ ડૂબે જ નહિ, તો એની વાત સાચી નથી, એને ધર્મના સ્વરૂપની
ખબર નથી. ધર્મીનેય પૂર્વ પાપનો ઉદય હોય તો એ બધું બને. કોઈવાર ધર્મીના પુત્રાદિનું
આયુષ્ય ઓછું પણ હોય ને અજ્ઞાનીના પુત્રાદિનું આયુષ્ય વિશેષ હોય, પણ તેથી શું?
એ તો પૂર્વના બાંધેલા શુભ–અશુભ કર્મના ચાળા છે, એની સાથે ધર્મ–અધર્મનો સંબંધ
નથી. ધર્મીની શોભા તો પોતાના આત્માથી જ છે, કાંઈ સંયોગથી એની શોભા નથી.
મિથ્યાદ્રષ્ટિને સંયોગ કોઈવાર અનુકૂળ હોય, પણ અરે! મિથ્યામાર્ગનું સેવન એ
મહાદુઃખનું કારણ છે–એની પ્રશંસા શી? કુદ્રષ્ટિની–કુમાર્ગની પ્રશંસા ધર્મી જીવ કરે નહિ.
સમ્યક્ પ્રતીતિ વડે નિજસ્વભાવથી જે જીવ ભરેલો છે ને પાપના ઉદયના કારણે
સંયોગથી ખાલી (અર્થાત્ અનુકૂળ સંયોગ તેને નથી) તો પણ તેનું જીવન પ્રશંસનીય
છે–સુખી છે. હું મારા સુખસ્વભાવથી ભરેલો છું ને સંયોગથી ખાલી છું–એવી અનુભૂતિ
ધર્મીને સદાય વર્તે છે, તે સત્યનો સત્કાર કરનાર છે, આનંદદાયક અમૃત માર્ગે ચાલનાર
છે. અને સ્વભાવથી જે ખાલી છે અર્થાત્ જ્ઞાનાનંદથી ભરેલા નિજસ્વભાવને જે દેખતો
નથી ને વિપરીત દ્રષ્ટિથી રાગને જ ધર્મ માને