Atmadharma magazine - Ank 268
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page  


PDF/HTML Page 55 of 55

background image
Atmadharma Regd. No. 182
પ્રા...સં...ગિ...ક
(સંપાદકીય) जगदस्थिरम્”
તા. ૧૧ ને મંગળવારનો દિવસ...ત્યારે તો આખો ભારત દેશ જાણે વૈરાગ્યના
વાતાવરણથી છવાઈ ગયો હતો. લોકોને ક્્યાંય ચેન પડતું ન હતું...સર્વત્ર ઉદાસ–ઉદાસ
વાતાવરણ વડે સંસાર પોતાની અસારતાને પ્રસિદ્ધ કરતો હતો. આપણા ભારતદેશના
વડા પ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીનો એકાએક દેહાંત થઈ ગયો!–ભારતમાં નહિ પણ
રશિયાના તાશ્કંદ શહેરમાં; એકલા નહિ પણ મોટા મોટા નવ દાકતરોની વચ્ચે! એમના
દેહાંતના સમાચારથી દેશ અને દુનિયા ખળભળી ઊઠયા. ઉત્તમકાળ હોત તો આ પ્રસંગે
અસાર સંસારથી વિરકત થઈને કેટલાય જીવો મુનિપણાના માર્ગે સિધાવ્યા હોત!
વીતરાગી સન્તોએ સર્વ પ્રસંગે ઉપયોગી વૈરાગ્યનો એક ટૂંકાક્ષરી મહામંત્ર આપ્યો છે
કે जगदस्थिरम्–જગત અસ્થિર છે. આ ટૂંકો મંત્ર આખા જગત પ્રત્યે કેવી ઉદાસીનતા
કરાવે છે! આખુંયે જગત જ્યાં અસ્થિર છે, પરિવર્તનશીલ છે ત્યાં કોનો તું શોચ કરીશ?
અસ્થિરતા ઉપર પગ માંડીને તું ક્્યાં ઊભો રહીશ! સંતો કહે છે–ભાઈ, આવા અસ્થિર
જગત પ્રત્યે તું વિરક્ત થા..વિરક્ત થા....ને અંતરમાં ધુ્રવપણે પ્રાપ્ત એવા કોઈક તત્ત્વને દેખ.
આપણા સમાજને શાસ્ત્રીજીનો વિશેષ પરિચય મુંબઈમાં ઈ. સ. ૧૯૬૪ ના મે
માસની ૧૪ મી તારીખે થયો...કે જ્યારે અભિનંદન ગ્રંથ અર્પણ કરવા માટે આવવાનું
પોતે આપેલું વચન પાળવા તેઓ છેક છેલ્લી ઘડીએ સભામાં એકાએક ઉપસ્થિત
થયા..એમની આર્યવૃત્તિ સૌજન્ય, સ્વતંત્ર વિચારધારા અને ગમે તે પરિસ્થિતિમાં
પોતાના વિચારને અમલમાં મુકવાની દ્રઢતા–એ બધાનો પરિચય એ વખતેય તેમના
ભાષણમાં દેખાતો હતો...અહિંસાના પણ તેઓ પ્રશંસક હતા; દેશોદેશ વચ્ચે લડાઈ ન
થાય ને શાન્ત વાતાવરણ સર્જાય તેના તેઓ ખૂબ જ હિમાયતી હતા, તે માટે જ તેઓ
રશિયા ગયેલા ને પોતાનો પ્રયાસ પૂરો કર્યા બાદ થોડા જ કલાકોમાં તેમનો દેહાંત થઈ
ગયો. એટલી ઝડપથી આ બધું બની ગયું કે સામાન્ય જનતા સૂનમૂન બની ગઈ.
કાળચક્રે ઝડપથી દોડીને જાણે શાસ્ત્રીજીને ઝડપી લીધા..પરંતુ જ્યાં જગત અસ્થિર છે
ત્યાં વૈરાગ્ય સિવાય બીજો શો ઉપાય? અનિત્યતાના આવા ઝડપી બનાવો તે આપણને
ઢંઢોળે છે કે અરે જીવ! જેટલી ઝડપથી કાળ વીત્યો જાય છે તેના કરતાં વધુ ઝડપથી તું
તારું આત્મહિત સાધી લે; સમયની રાહ જોઈને અટક નહિ.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક:– અનંતરાય હરિલાલ શેઠ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ: ભાવનગર