Atmadharma magazine - Ank 269
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 40

background image
ભરતના ભક્તોને ભેજે નાથ...ધર્મદ્ધવૃદ્ધિનાં આશીષ આજ’
(સીમંધર જિન સ્તવન)
(રાગ: ભજ ભજ પ્યારે ભગવાન....)
વંદીયે વિદેહના ભગવાન
છે સીમંધર રૂડા નામ....
હૃદય બિરાજો મારા નાથ!
ભાવું છું હું તો દિનરાત....।। ટેક।।
દૂર દૂર પ્રભુ! તારો દેશ,
પહોંચું કઈ વિધ હજૂર જિનેશ?
પ્રભુજી દેખો જ્ઞાન મોઝાર,
સેવક વંદે વાર હજાર....વંદીયે
અમ અનાથનો છે તું નાથ,
શિવપુરનો તું સાચો સાથ;
નિત નિત ઉઠી કરું પ્રણામ;
પાઊં જીવન કે અભિરામ....વંદીયે
ચંદા આવે નિતનિત નાથ,
સંદેશ પૂછું તારા નાથ!
ફિર ફિર ભેજું દરશન કાજ
જાવ ચંદાજી દેખો નાથ....વંદીએ
ચંદા કે’ છે સુણો જિન–દાસ,
વાણી સૂણી જિનની આજ;
ધર્મવૃદ્ધિનાં આશીષ આજ;
ભરતના ભક્તોને ભેજે નાથ!...વંદીયે
સુવર્ણપુરે શાસન શિરતાજ,
શોભે છે શાસન યુવરાજ
જય જય વરતે ભરતે આજ
જૈન ધરમના જય જયકાર....વંદીયે
(એક નાનો ભક્ત)