ચૈતન્ય ભગવાનને ભેટવું હોય તે આ ભગવાન પાસે આવો. આવો રે
આવો....ધર્મસભામાં, આત્માને ઓળખીને અનંતકાળની ભૂખ ભાંગવી હોય ને
સ્વરૂપસંયમ મેળવવો હોય, દુઃખ ટાળવું, હોય ને શાંતિ જોઈતી હોય તો.’ આમ
ભગવાનનું દુદુંભી–નગારું પોકાર કરે છે. અને ભગવાનના સમવસરણમાં અનેક સંતો–
મુનિઓ, જંઘાચરણ આદિ ઋદ્ધિધારક મુનિઓનાં ટોળેટોળાં, દેવો ને વિદ્યાધરો
આકાશમાર્ગે આવીઆવીને દર્શન કરે છે, ચક્રવર્તી ને રાજકુમાર વગેરે પણ આવે છે;
જંગલમાંથી ત્રાડ પાડતાં સિંહ ને ફૂંફાડા મારતા ફણિધર વગેરે તિર્યંચો પણ ભગવાન
પાસે આવીને શાંત લઈને બેસી જાય છે....