Atmadharma magazine - Ank 270
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 53

background image
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
સર્વજ્ઞની પ્રતીત અને ધર્મ
આત્માનું ભાન કરી તેમાં લીનતા પ્રગટ કરી, જેમણે
બાહ્ય ને અભ્યંતર પરિગ્રહ છોડયો, તથા શુક્લધ્યાનની શ્રેણી
વડે ચાર ઘાતીકર્મોને નષ્ટ કરી કેવળજ્ઞાનાદિ પ્રગટ કર્યા એવા
સર્વજ્ઞદેવ પરમાત્માના વચન સત્યધર્મનું નિરૂપણ કરનાર છે.
આવા સર્વજ્ઞને ઓળખે ત્યાં આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત
થાય, ને ત્યારે ધર્મની શરૂઆત થાય. સર્વજ્ઞતાની પ્રતીત જે
નથી કરતો તેને આત્માની જ પ્રતીત નથી, ધર્મની જ પ્રતીત
નથી, તેને શાસ્ત્રકાર ‘
महापापी अथवा अभव्य” કહે છે.
સર્વજ્ઞના સ્વરૂપમાં જેને સંદેહ છે, સર્વજ્ઞની વાણીમાં
જેને સંદેહ છે, સર્વજ્ઞદેવ સિવાય બીજા કોઈ સત્ય ધર્મના પ્રણેતા
નથી એમ જે ઓળખતો નથી ને વિપરીત માર્ગમાં દોડે છે તે
જીવ મહાપાપી છે;–આમ કહીને ધર્મના જિજ્ઞાસુને સૌથી પહેલાં
સર્વજ્ઞની અને સર્વજ્ઞના માર્ગની ઓળખાણ કરવાનું કહ્યું.
અરે, તું જ્ઞાનની પ્રતીત વગર ધર્મ ક્્યાં કરીશ? રાગમાં
ઊભો રહીને સર્વજ્ઞની પ્રતીત થતી નથી; રાગથી જુદો પડીને,
જ્ઞાનરૂપ થઈને સર્વજ્ઞની પ્રતીત થાય છે. આવા સર્વજ્ઞની ને
જ્ઞાનસ્વભાવની ઓળખાણ કરીને તેમના વચન અનુસાર
ધર્મની પ્રવૃત્તિ થાય છે. સમકિતીનાં જે વચન છે તે પણ
સર્વજ્ઞઅનુસાર છે કેમકે તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા છે.