Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 70 of 81

background image
: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૬૩ :
કરતાં વર્ષ ઉપરાન્ત થઈ ગયું–ભગવાનને
વર્ષીતપ થઈ ગયો.
વૈશાખ સુદ ત્રીજ આવી. આગલી
રાત્રે (એટલે કે આપણા પૂ. ગુરુદેવના
જન્મ દિવસની રાત્રે) શ્રેયાંસરાજાને
મંગલસ્વપ્નો આવ્યાં કે મારા આંગણે
કલ્પવૃક્ષ ફળ્‌યું છે ને દેવો વાજાં વગાડે છે–વગેરે;
સવારમાં ઋષભમુનિરાજ આહારનિમિત્તે તે
હસ્તિનાપુરીમાં પધાર્યા, ને તેમને જોતાં જ
પરમ ભક્તિથી શ્રેયાંસકુમારને જાતિસ્મરણ
જ્ઞાન થયું, પૂર્વે આઠમા ભવે ઋષભદેવની
સાથે પોતે (વજ્રજંઘ અને શ્રીમતીપણે)
મુનિઓને આહારદાન
દીધેલ તે યાદ આવ્યું ને મુનિને આહારદાન
કઈ રીતે દેવાય તેની ખબર પડી. એટલે
અત્યંત આનંદપૂર્વક શેરડીના રસથી
ઋષભમુનિરાજને ‘હાથમાં’ પારણું કરાવ્યું.
પછી શ્રેયાંસકુમાર પણ મુનિ થઈને
ભગવાનના ગણધર થયા ને કેવળજ્ઞાન
પ્રગટ કરીને અક્ષય પદ (મોક્ષ) પામ્યા;
‘ઈક્ષુ’ રસથી પારણું કરાવ્યું અને તે જ
ભવમાં તેઓ ‘અક્ષય’ પદને પામ્યા તેથી
તે દિવસ અક્ષયત્રીજ તરીકે પ્રસિદ્ધ થયો.
અહા, ધન્ય તે મુનિદશા! ને ધન્ય તેમના
આહારદાનનો પ્રસંગ!–આપણે એ બંનેની
ભાવના ભાવીએ.
* * * * * *
ભેટપુસ્તક
સંબંધી ખુલાસો
આત્મધર્મના ગ્રાહકોને “અધ્યાત્મસન્દેશ” નામનું જે ભેટપુસ્તક અપાયું છે તે
હજી સુધી નથી મળ્‌યું એવી અનેક ગ્રાહકો તરફથી સૂચના આવી છે. આ સંબંધમાં
જણાવવાનું કે મોટા શહેરોમાં જ્યાં વિશેષ ગ્રાહકો છે ત્યાં તો મુમુક્ષુમંડળ મારફત ભેટ
પુસ્તકો મોકલાયા હતા; પરંતુ પરચુરણ ગામોમાં ભેટપુસ્તક મોકલવા માટે પોસ્ટખર્ચની
વ્યવસ્થા થઈ ન હતી તેથી હજી સુધી મોકલાયા ન હતા; હવે પુસ્તકનું પોસ્ટખર્ચ સંસ્થા
તરફથી આપવાનું નક્કી થયું છે એટલે બાકીના ગ્રાહકોને ભેટપુસ્તક પોસ્ટથી મોકલાઈ
જશે, અથવા તો તેમને શિક્ષણવર્ગ દરમિયાન સોનગઢમાં રૂબરૂ આપવામાં આવશે.
બીજું ‘દર્શનકથા’ નામનું ભેટપુસ્તક આત્મધર્મના માત્ર બાલવિભાગના
સભ્યોને જ મોકલવામાં આવ્યું છે, આત્મધર્મના બધા ગ્રાહકોને નહિ,–તેની નોંધ લેવા
વિનંતિ છે.