Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page  


PDF/HTML Page 81 of 81

background image
ATMADHARM Regd. No. 182
જે જીવ મોક્ષાર્થી થયો છે.....મુમુક્ષુતામાં જેણે પગલાં
માંડયા છે.....અનાદિ સંસારથી ભિન્નદશા તરફ જેણે પોતાનું મુખ
ફેરવ્યું છે.....મહા ઉદ્યમપૂર્વક શીઘ્ર મોક્ષપદ સાધવા માટે જે કટિબદ્ધ
થયો છે. આત્મતત્ત્વની રુચિ વડે મુમુક્ષુતાની ભૂમિકામાં આવીને
જેણે સંસારના સાધારણ જીવો કરતાં એક પ્રકારની વિશિષ્ટતા
પ્રગટ કરી છે, જગતના પદાર્થો કરતાં પોતાનું ચૈતન્યપદ જેને
અતિશય વહાલું લાગ્યું છે, આધ્યાત્મિક સન્તોની ચરણસેવામાં
જેનું ચિત્ત અતિશયપણે લાગેલું છે, જ્ઞાની પુરુષોનાં વચનોવડે જે
પોતાના આત્મામાં ઝડપથી નવા નવા અપૂર્વ સંસ્કાર સીંચતો
જાય છે, નિજ આત્મહિત સાધવાની મહાનમાં મહાન
જવાબદારીના ભાનમાં જે સદા જાગૃત વર્તે છે, જેનું ચિત્ત
સંસારથી વિરક્ત થઈને આત્મિક સાધના પ્રત્યે ઉત્સાહિત વર્તે છે,
એવો આ મોક્ષાર્થી પોતાની નવીન કાર્યભૂમિકામાં પરમ પ્રીતિથી
વર્તતો થકો, પોતાના આત્મવિશ્વાસ અને આત્મઉલ્લાસપૂર્વક
ગુરુચરણમાં નિજકાર્યને શીઘ્ર સાધે છે.