Atmadharma magazine - Ank 272
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DcqP
Tiny url for this page: http://samyakdarshan.org/GMQw8r

PDF/HTML Page 61 of 65

background image
: પ૪ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
જયપુર:– (ખાનિયાજી) માં જિનમંદિરની પ્રતિષ્ઠાનો મોટો પંચકલ્યાણક મહોત્સવ
ગત માસમાં થયો–જેમાં આસપાસના હજારો લોકોની ઉપસ્થિતિ હતી. પંચ કલ્યાણકના
દ્રશ્યોમાં ૮૦, ૦૦૦ જેટલા માણસોની વિરાટ સભા થતી. જયપુરથી ચાર કિલોમીટર દૂર
ખાનિયામાં આવેલા ૭૦૦ ફુટ ઊંચી એક પહાડી પાર્શ્વનાથ ચૂલગિરિ’ તરીકે ઓળખાય છે.
તેના પર ૨૪ તીર્થંકરોના ચરણકમલની ૨૪ દોરી તથા ચાર ગણધરોના ચરણપાદૂકાની ૪ દેરી
છે. પ્રતિષ્ઠા મહોત્સવનો મંડપ ૧ લાખ ૨૦ હજાર ચોરસફૂટ (એટલે સોનગઢના પ્રવચનમંડપ
કરતાં લગભગ ૨પ ગણો, ને સ્વાધ્યાય મંદિર કરતાં ૧૦૦ ગણો વિશાળ હતો. પ્રતિષ્ઠાની
વેદી ૭૦+૭૦ ફુટ (એટલે પ્રવચન મંડપ જેવડી) હતી; યાત્રિકો માટે અઢી હજાર જેટલા
તંબુઓ હતા. મંદિરમાં મૂળનાયક પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા ૭ ફુટ ઊંચી છે. અને પહાડી ઉપર
બાહુબલીસ્વામીની ૩પ ફુટ જેવડી વિશાળ ભવ્ય પ્રતિમા સ્થાપવાની યોજના પણ
વિચારાધીન છે. પર્વત ઉપર જવા માટે ૮૦૦ પગથિયા છે. સૌધર્મેન્દ્રની બોલીના ત્રીસ હજાર
ને રથના સારથીના બોલીના ૧૧૦૦૦ થયા હતા. જયપુરમાં અને જયપુરની આસપાસમાં
જૈનોની ખૂબ વસ્તી છે. ઠેરઠેર જૈનોની વસ્તી જોતાં ભારતમાં જૈનોની કૂલ વસ્તી એક કરોડ
ઉપરાન્ત હોવાનો અંદાજ છે.
કેશરીયાજી:– રાજસ્થાનમાં આવેલું કેશરિયાજીનું પ્રાચીન ઋષભદેવ–મન્દિર પ્રસિદ્ધ
છે. આ મંદિરમાં ભગવાન ઋષભદેવના પ્રતિમાજી (૧૬ સ્વપ્ન સહિત) બિરાજી રહ્યા છે.
હાલમાં, આ મંદિર એ જૈનમંદિર છે ને હિન્દુમન્દિર નથીએવો મહત્વનો ચુકાદો જોધપુર
હાઈકોર્ટના ન્યાયાધીશે આપ્યો છે અને આ જૈનમંદિરની વ્યવસ્થા જૈનોદ્વારા જ થાય એમ
ઠરાવ્યું છે. હવે જૈનસમાજની તરફેણમાં આવેલા આ ચુકાદાને શોભાવવા માટે સમસ્ત જૈનો
પ્રેમપૂર્વક હળી–મળીને પ્રભુ ઋષભદેવના દર્શન–ભક્તિનો લાભ લ્યે એમ આપણે
ઈચ્છીએ....અને શ્વેતાંબર–દિગંબર બંને સમાજ વચ્ચે ‘તાશ્કંદકરાર’ કરતાંય ખૂબ ઉચ્ચ
કોટિના એવા કોઈ ‘કેશરીયાજી કરાર’ થાય ને બંને પક્ષ નિશ્ચિન્તપણે ભગવાન આદિનાથની
આરાધના કરે....એમ ભાવના ભાવીએ છીએ.
ગુના:– (મધ્ય–પ્રદેશ) માં તા. ૭જુનથી તા ૨૧મીજુન સુધી અનેક વિદ્વાનોના
સાન્નિધ્યમાં “જૈનધર્મ શિક્ષણવર્ગ” નું આયોજન ‘મધ્યપ્રદેશીય’ દિ. જૈન મુમુક્ષુ મંડળ’ દ્વારા
કરવામાં આવ્યું છે. શિક્ષણવર્ગમાં ભાગ લેવાના ઈચ્છુક જિજ્ઞાસુ ભાઈઓએ દશ દિવસ
અગાઉ નીચેના સરનામે સૂચના મોકલવી:–
डालचन्दजैन सराफ, सराफ बाजार, चौक; भौपाल [म. प्र]
દક્ષિણદેશમાં:– કુંદકુંદપ્રભુના સમાધિધામ કુન્દાદ્રિની નજીક આવેલ હુમચ નગરમાં
તા. ૧૪–૧પ માર્ચના રોજ સંસ્કૃતિ સંમેલન હતું, તે પ્રસંગે ત્યાં “કુંદકુંદ–બ્રહ્મચર્યાશ્રમ” નું
ઉદ્ઘાટન થયું હતું.