Atmadharma magazine - Ank 272
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >

Download pdf file of magazine: http://samyakdarshan.org/DcqP
Tiny url for this page: http://samyakdarshan.org/GMQycv

PDF/HTML Page 63 of 65

background image
: પ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
*
જામનગરના શ્રી નવલચંદ છગનલાલના માતુશ્રી લક્ષ્મીબેન જામનગરમાં વૈશાખ સુદ
બીજની રાત્રે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ અવારનવાર સોનગઢ રહીને જિજ્ઞાસાપૂર્વક સત્સંગનો
લાભ લેતા હતા. સત્સંગની ભાવનામાં આગળ વધીને તેઓ આત્મહિત પામે એ જ ભાવના.
*
વાંકાનેરમાં પ્રભુદાસ લાલચંદ શેઠ ગત વૈશાખ સુદ બીજની રાત્રે લગભગ ૬૦ વર્ષની વયે
સ્વર્ગવાસ પામી ગયા. વાંકાનેર મુમુક્ષુ મંડળમાં તેઓ એક ઉત્સાહી કાર્યકર હતા; અને ત્યાંના
જિનમંદિર વગેરે સંબંધી કામકાજમાં તેઓએ ખૂબ હોંશથી ભાગ લીધો. વૈશાખ સુદ બીજના
વાત્સલ્ય જમણમાં પણ તેઓ હાજર રહ્યા હતા, ને તે દિવસે મધરાતે તેઓ સ્વર્ગવાસ પામી ગયા.
દર વર્ષે શિક્ષણવર્ગ વગેરે પ્રસંગે સોનગઢ આવીને પણ તેઓ અવારનવાર લાભ લેતા. દેવ–ગુરુ–
ધર્મની ભક્તિમાં આગળ વધીને તેઓ આત્મહિત સાધે એમ ઈચ્છીએ છીએ.
*
વૈશાખ સુદ ૯ના રોજ હિંમતનગરના મણિલાલ ભાઈચંદના સુપુત્ર રમણિકલાલ માત્ર ૩૦
વર્ષની યુવાનવયમાં સ્વર્ગવાસ પામી ગયા. આથી તેમના કુટુંબમાં વૈરાગ્યનું વાતાવરણ ફેલાઈ ગયું
છે. વીતરાગી દેવ–ગુરુ–ધર્મની છાયામાં તે આત્મહિત પામે એમ ઈચ્છીએ છીએ.
*
દેહગામમાં ચંદનબેન (કેશવલાલ ગુલાબચંદના ધર્મપત્ની) વૈશાખ સુદ ૧૧ના રોજ
સ્વર્ગવાસ પામી ગયા. છેલ્લા અનેક વર્ષોથી સોનગઢમાં રહીને તેઓ સત્સંગનો લાભ લેતા હતા.
કેટલાક વખતથી કેન્સરની ગંભીર બિમારી થવા છતાં પણ સત્સમાગમની છાયામાં સોનગઢમાં જ
રહેવાની તેમને ઘણી ભાવના હતી. દેહગામમાં પણ તેઓ છેલ્લે સુધી સત્સમાગમનું બહુમાન કરીને
તેની ભાવના ભાવતા હતા, ને ટેપ રેકોર્ડિંગદ્વારા ગુરુદેવના પ્રવચનોનું શ્રવણ કરતા હતા. દેહગામ–
જિનમંદિરમાં તેમના કુટુમ્બનો મહત્વનો ફાળો હતો, ને પોતાના આખા પરિવારમાં ઘણી તમન્નાથી
તેમણે ધર્મના સંસ્કાર રેડયા હતા. પૂ. બેનશ્રીબેનના વાંચન વગેરેમાં પણ તેઓ ઘણો ઉત્સાહ
બતાવતા; સત્સંગે મેળવેલા સંસ્કારમાં આગળ વધી તેઓ આત્મહિત સાધે–એમ ઈચ્છીએ છીએ.
*
સુરતમાં ભાઈશ્રી ફાવાભાઈ (ધીરજલાલ હરજીવન) વૈશાખ વદ આઠમના રોજ
પક્ષઘાતના હૂમલાથી સ્વર્ગવાસ પામ્યા; ઘણાં વર્ષોથી તેઓ પૂ. ગુરુદેવના પરિચયમાં હતા. અને
હાલમાં તેઓ લગભગ સોનગઢમાં રહીને સત્સંગનો લાભ લેતા હતા. સોનગઢમાં વૈશાખ સુદ
બીજના ઉત્સવ વખતે તેમણે ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. (આ અંકમાં પ્રસિદ્ધ થયેલ એક દ્રશ્યમાં
મંગલમંડપમાં ગુરુદેવની ચરણછાયામાં ફાવાભાઈ બેસેલા જોઈ શકાય છે.) પોતાના હાથે કોઈ
શુભકાર્ય કરવું એવી ભાવનાથી “શ્રાવકધર્મપ્રકાશ” પુસ્તક છપાવીને આત્મધર્મના ગ્રાહકોને ભેટ
આપવામાટે તેમણે રૂા. પાંચહજારની રકમ કાઢી હતી; ને તે પુસ્તક છપાવાનો પ્રારંભ પણ થઈ ગયો
હતો. પરંતુ સુરતમાં પક્ષઘાતના હુમલાથી અચાનક તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. આવા ક્ષણભંગુર
સંસારમાં સત્સંગ વડે તેઓ આત્મહિત સાધે–એ જ ભાવના.