સ્વભાવની ભાવનામાં સાધકને પરમ આહ્લાદ છે. એક
સામાન્ય રાજા મળવા માટે બોલાવે તોય કેવો હોંશથી તેને
મળવા જાય છે. અહીં તો ભગવાન ભેટવા બોલાવે છે કે આવ
રે આવ......આ આનંદમય ચૈતન્યધામમાં આવ! આ ચૈતન્યના
અનુભવમાં એકલો આનંદનો આહ્લાદ જ ભર્યો છે. આવા
પરમાત્માને ભેટવા જતાં સાધકના અનેરા ઉલ્લાસની શી વાત!
બીજે અટકી જાય છે. ખરો ઉલ્લાસ અને ઉમંગ આવે તો
અનુભવ થાય જ. આનંદ–અમૃતથી ભરેલી પોતાની સ્વવસ્તુ
તેના પ્રત્યે અસંખ્યપ્રદેશ ઉલ્લસિત થતાં પરિણતિ પરભાવથી
પાછી ફરી જાય છે, સ્વાનુભવ કરે છે; તે સ્વાનુભવમાં તેને
પરમાત્માની પ્રાપ્તિ છે; અલ્પકાળમાં તે સ્વયં પરમાત્મા થાય છે.
એ સાધકને પરમાત્માના તેડા આવી ગયા છે.