ગણતા હતા. તેના પરિવારમાં દશ હજાર બીજા સામાનિક દેવો હતો, તેઓનો વૈભવ જો
કે ઈન્દ્રની સમાન હતો, પરંતુ ઈન્દ્રની માફક તેમની આજ્ઞા ચાલતી ન હતી. તેના
અંગરક્ષક જેવા ૪૦૦૦૦ દેવો હતા. સ્વર્ગમાં જોકે કોઈ પ્રકારનો ભય નથી હોતો પરંતુ
તે અંગરક્ષક દેવો ઈન્દ્રની વિભૂતિના સૂચક છે. ઈન્દ્રને ત્રણ પ્રકારની પરિષદ–સભા હોય
છે. તે અચ્યુત સ્વર્ગની સીમાની રક્ષા કરનારા ચાર દિશામાં ચાર લોકપાલ હતા અને
દરેક લોકપાલને ૩૨ દેવીઓ હતી, અચ્યુતેન્દ્રને આઠ મહાદેવીઓ હતી, તે ઉપરાંત બીજી
૬૩ વલ્લભિકા દેવીઓ હતી, અને એકેક મહાદેવીને અઢીસો–અઢીસો બીજી દેવીઓનો
પરિવાર હતો. એ રીતે તે અચ્યુતેન્દ્રને કુલ બે હજાર–એકોતેર દેવિઓ હતી. તેનું ચિત્ત
એ દેવીઓના સ્મરણ માત્રથી જ સંતુષ્ટ થઈ જતું હતું. આ ઈન્દ્રની દરેક દેવીમાં એવી
વિક્રિયાશક્તિ હતી કે તે સુંદર સ્ત્રીનાં દશલાખ ચોવીસ હજાર રૂપ બનાવી શકતી હતી.
દરેક દેવીને અપ્સરાઓની ત્રણ ત્રણ સભાઓ હતી. તથા તે ઈન્દ્રને હાથી, રથ, ઘોડા
વગેરે સાત પ્રકારની સેના હતી–જે દેવોની જ વિક્રિયા દ્વારા બનેલી હતી. તે અચ્યુતેન્દ્ર
બાવીસહજાર વર્ષમાં એકવાર આહાર કરતો હતો; તથા અગિયાર મહિને એકવાર શ્વાસ
લેતો હતો. તેનું અતિ સુંદર શરીર ત્રણ હાથ ઊંચું હતું. શાસ્ત્રકાર કહે છે કે ભગવાન
આદિનાથનો જીવ અચ્યુતેન્દ્રની પર્યાયમાં ધર્મના પ્રતાપે આવી ઉત્તમ વિભૂતિને પામ્યો
હતો, માટે ભવ્ય જીવોએ જિનેન્દ્રદેવના કહેલા ધર્મમાં પોતાની બુદ્ધિ લગાવવી જોઈએ,
ને ભક્તિપૂર્વક તેનું આરાધન કરવું જોઈએ. તે જીવ આવી બાહ્ય વિભૂતિને પામવા છતાં
અંતરમાં તેનાથી ભિન્ન ચૈતન્યનું ભાન હતું. અંતરના ચૈતન્યવૈભવ પાસે આ બધા
ઈન્દ્રવૈભવને તે તૂચ્છ સમજતા હતા. આ વૈભવની વચ્ચે રહીને પણ અંતરના
ચૈતન્યવૈભવની મહત્તાને એક ક્ષણ પણ તે ભૂલતા ન હતા. સમ્યગ્દર્શનની અખંડ ધારા
ટકાવીને સ્વર્ગનાં દિવ્ય ભોગોનો અનુભવ કરતાં; તેમાં કોઈ વાર દેવે વિક્રિયાવડે હાથીનું
રૂપ ધારણ કર્યું હોય–તે હાથી ઉપર ચડીને ગમન કરતા, ક્્યારેક જિનેન્દ્ર ભગવાનની
મહાન પૂજા કરતા, ક્્યારેક મધ્યલોકમાં આવીને તીર્થંકરદેવની વંદના કરતા. એમ
આનંદપૂર્વક સ્વર્ગલોકનો દીર્ઘ કાળ પસાર કરતા હતા.
કલ્પવૃક્ષના ફૂલોની માળા એકવાર અચાનક કરમાઈ ગઈ. આના પહેલાં ક્્યારેય તે
માળા કરમાઈ ન હતી. સ્વર્ગથી ચ્યૂત થવાનાં જેવાં ચિહ્નો અન્ય સાધારણ દેવોને પ્રગટ થાય