Atmadharma magazine - Ank 277
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 46

background image
આ નુતન વર્ષના મંગલ પ્રારંભે સૌથી પહેલાં પંચપરમેષ્ઠી ભગવંતોને,
રત્નત્રયને આત્મસાધક સન્તોને અને જિનવાણી–માતાજીને પરમ ભક્તિપૂર્વક વંદના
કરીએ છીએ.
નુતનવર્ષની સાથે આપણું આત્મધર્મ–માસિક પણ પૂ. ગુરુદેવની મંગલ
છત્રછાયામાં ૨૩ વર્ષ પૂર્ણ કરીને ૨૪ મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ગુરુદેવ આપણને જે
આત્મહિતકારી બોધ આપી રહ્યા છે તે બોધ દૂરદૂરના જિજ્ઞાસુઓ સુધી પહોંચાડવામાં
આત્મધર્મનો કેટલો ફાળો છે તે સૌ જાણે છે, એટલે જ સર્વે જિજ્ઞાસુઓએ ‘આત્મધર્મ’
ને પોતાનું જ સમજીને પ્રેમથી આદરપૂર્વક અપનાવ્યું છે. આત્મધર્મે હંમેશા પોતાના
ઉચ્ચ આદર્શો ને ઉચ્ચ પ્રણાલી જાળવી રાખ્યાં છે. સન્તજનોના આશીષથી ને
સાધર્મીઓના સહકારથી આત્મધર્મ હજી વધુ વિકસે એવી ભાવના છે.
ગતવર્ષની નવીનતામાં ખાસ કરીને ઋષભદેવ ભગવાનનું ચરિત્ર, વાંચકો સાથે
વાતચીતનો વિભાગ અને બાલવિભાગ–એ ત્રણેમાં જિજ્ઞાસુઓનું વિશેષ આકર્ષણ રહ્યું.
બાલવિભાગમાં આનંદપૂર્વક બે હજાર જેટલા બાળકો (ખરેખર બાળકો જ નહિ પણ
મોટા–નાના સૌ) ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે, અને આ બાલવિભાગને લગતા
ખર્ચનો ભાર પણ બાળકોએ જ ઉપાડી લીધો છે. એ વિશેષ સન્તોષની વાત છે.
જૈનસમાજના બધા પત્રોમાં આત્મધર્મનું અને તેના બાલવિભાગનું સર્વોચ્ચ સ્થાન છે.
‘આત્મધર્મ’ નો ઉદે્શ–આત્માર્થીતાનું પોષણ વાત્સલ્યનો વિસ્તાર અને
દેવગુરુધર્મની સેવા; તેની સાથે હવે ‘બાળકોમાં જૈનધર્મના સંસ્કારોનું સીંચન’ એ ચોથી
વાત પણ ઉમેરાય છે. પ્રેમભર્યા સહકાર બદલ સૌનો આભાર માનું છું.
મારા જીવનમાં પૂ. ગુરુદેવનો પરમ ઉપકાર છે. આજ ૨૪ વર્ષથી ગુરુદેવની
અત્યંત નીકટ ચરણછાયામાં નિરંતર રહેવાના સુયોગથી ને તેમની કૃપાથી મારા
જીવનમાં જે મહાન લાભ થયો છે, તથા તેમના પ્રવચનો ઝીલીને ગ્રંથારૂઢ કરવાનો
જે સુયોગ મને મળ્‌યો છે તેને હું મારા જીવનનું મોટું સદ્ભાગ્ય સમજું છું. ને આ જ
રીતે ગુરુદેવની સેવના કરતાં કરતાં આત્મહિતને સાધું એવી નુતનવર્ષના
મંગલપ્રારંભે મારી પ્રાર્થના છે. તથા સમસ્ત સાધર્મીજનો પ્રત્યે પણ ધાર્મિક
વાત્સલ્ય ભરેલા અભિનન્દનની સાથે સાથે એવી ભાવના ભાવું છું કે–
હિલમિલ કર સબ બંધુ ચાલો...........આત્મધર્મ આરાધીએ......
દેવગુરુના આદર્શ લઈને...........જિનશાસન શોભાવીએ......
–બ્ર. હ. જૈન