: માગશર : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
સ્વસંવેદનથી પ્રત્યક્ષ થાય છે.–આમ સ્વાનુભવ વડે જેણે ચેતનભાવને અને રાગભાવને
જુદા જાણ્યા, ચૈતન્યસ્વાદને તો પોતાનો જાણ્યો ને રાગના આકુળસ્વાદને પોતાથી
ભિન્ન જાણ્યો, તેણે સર્વજ્ઞને ઓળખ્યા, તેણે જ્ઞાનીને ઓળખ્યા, તેણે સર્વજ્ઞના માર્ગને
ઓળખ્યો.
વિકલ્પ તો ચેતન નથી, અ–ચેતન છે, તેના વડે ચેતનનો અનુભવ કેમ થાય? ન
થાય. પણ તેનાથી ભિન્નતા વડે, જ્ઞાનભાવવડે જ ચેતનનો અનુભવ થાય છે. જ્ઞાન
જ્યારે રાગથી જુદું પડીને અંતરમાં વળી જાય છે ત્યારે આત્માનું પ્રત્યક્ષ સંવેદન અને
નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. આ સિવાય બીજા લાખ ઉપાયે પણ આત્મા
અનુભવમાં આવે તેવો નથી.
કોલસો ને કાળાશ ભલે એક હોય, પણ કોલસો ને સોનું કાંઈ એક નથી; તેમ
રાગાદિ વિકલ્પો અને અચેતન–તેને ભલે એકતા હોય, પણ તે રાગાદિ કોલસાને અને
ચૈતન્ય–સોનાને કાંઈ એકતા નથી, તે તો જુદા જ છે.
અહો, સર્વજ્ઞ પરમેશ્વરના ઘરની આ વાત જડ–ચેતનની અત્યંત ભિન્નતા દેખાડે
છે, રાગને ય ચેતનથી અત્યંત ભિન્ન પાડીને શુદ્ધચેતનસ્વરૂપ પરમાર્થજીવ દેખાડે છે.
અરે, એકવાર તારા આવા આત્માને દેખ તો ખરો! તારા ચેતનની અપાર મોટપ છે.
તારો મોટપ પાસે રાગાદિ તો સાવ તુચ્છ છે. સર્વજ્ઞ જેવા વૈભવથી ભરેલો તું છો. તારા
ચૈતન્યપેટમાં સર્વજ્ઞતા ભરેલી છે. તેના વેદનથી તને આનંદ પ્રગટશે, પ્રભુતા પ્રગટશે.
અહો, આચાર્યભગવાને ભેદજ્ઞાનની કોઈ અપૂર્વ વાત સમજાવી છે.
– जय जिनेन्द्र
મોત દુઃખદાયક નથી પરંતુ વૈરાગ્ય અભય છે.
મોહ દુઃખદાયક છે. જ્યાં વૈરાગ્ય છે ત્યાં ભય નથી.