૬૩ પટલ (માળ) ના અંતિમ ભાગમાં ચૂડામણિ રત્નસમાન તે શોભે છે. તે વિમાનમાં
ઉત્પન્ન થનાર જીવના સર્વ મનોરથની આપોઆપ સિદ્ધિ થાય છે–તેથી તેનું
‘સર્વાર્થસિદ્ધિ’ નામ સાર્થક છે. ઘણું જ ઊંચું આ વિમાન પોતાની ફરકતી ધજાવડે જાણે
કે મુનિવરોને સુખ દેવા માટે બોલાવી રહ્યું હોય–એવું શોભે છે. (એકાવતારી ભાવલિંગી
મુનિવરો જ સર્વાર્થસિદ્ધિમાં જાય છે.) ત્યાંની ભૂમિ દિવ્ય મણિ–રત્નોની અનેકવિધ
રચના વડે શોભી રહી છે.
પામ્યા. તેમનું શરીર એવું સુંદર હતું કે જાણે અમૃતનું બનેલું હોય! શાસ્ત્રકાર કહે છે કે,
પુણ્યોદયને કારણે, આ સંસારમાં જે શુભ સુગંધિત અને સ્નિગ્ધ પરમાણુઓ હતા તે જ
પરમાણુઓથી તેમના ઉત્તમ શરીરની રચના થઈ હતી; જીવતપર્યંત જેનો નાશ ન થાય
એવી ઉત્તમ સ્વર્ગવિભૂતિ પણ તેની સાથે જ ઉપજી હતી. અનેક પ્રકારની ઉત્તમ
ઋદ્ધિઓથી સુશોભિત એવા વૈક્રિયિક શરીરને ધારણ કરનાર તે અહમિન્દ્ર સર્વાર્થસિદ્ધિમાં
જિનેન્દ્રદેવની અકૃત્રિમ પ્રતિમાઓનું પૂજન કરતા હતા અને પોતાના ક્ષેત્રમાં જ વિહાર
કરતા હતા. મનોહર ગંધ, અક્ષત વગેરે પદાર્થો તેને ઈચ્છા કરતાંવેંત પ્રાપ્ત થતા હતા,
અને તેના વડે તે વિધિપૂર્વક પુણ્યબંધ કરનારી એવી જિનપૂજા કરતા હતા. પુણ્યાત્મા
જીવોમાં સૌથી પ્રધાન એવા તે અહમિન્દ્ર તે સર્વાર્થસિદ્ધિવિમાનમાં જ સ્થિત રહીને
સમસ્ત લોકમાં રહેલી જિનપ્રતિમાઓની પૂજા કરતા હતા; તે પુણ્યાત્મા અહમિન્દ્રે
પોતાના વચનની પ્રવૃત્તિ જિનદેવની પૂજાસ્તુતિ કરવામાં લગાવી હતી, મન ભગવાનને
નમસ્કાર કરવામાં જોડયું હતું, અને શરીર ભગવાનને નમસ્કાર કરવામાં લગાવ્યું હતું.
વગર બોલાવ્યે પણ