Atmadharma magazine - Ank 279
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 41

background image
: ૩૨ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
મૂળભૂત સમ્યગ્દર્શનની વાત કરીને પછી મુનિધર્મની કે શ્રાવકધર્મની વાત બતાવશે.
આવા રત્નત્રયમાર્ગને મુનિવરો તો ઉત્તમ પ્રકારે નિરંતર સેવી રહ્યા છે, તેમની વૃત્તિ
પરિણતિ તો અલૌકિક હોય છે; ને શ્રાવક ધર્માત્માઓ પણ પોતાની શક્તિના પ્રમાણમાં
આવા જ રત્નત્રયરૂપ માર્ગને સેવે છે. –ભલે તેમને મુનિ જેટલી ઉત્કૃષ્ટ દશા ન હોય
પરંતુ તેઓ પણ સેવે છે તો મુનિના જેવા જ રત્નત્રયમાર્ગને, તેઓ કાંઈ બીજા માર્ગને
સેવતા નથી. રત્નત્રયથી વિરુદ્ધ એવા રાગાદિ અશુદ્ધ ભાવોને જે મોક્ષઉપાય માને તેને
તો મોક્ષમાર્ગના સ્વરૂપની જ ખબર નથી, તત્ત્વશ્રદ્ધાન જ સાચું નથી; અને જ્યાં
તત્ત્વશ્રદ્ધાન જ સાચું ન હોય ત્યાં તો શ્રાવકધર્મ કે મુનિધર્મ એકેય હોતાં નથી. માટે રાગ
વગરના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ ઓળખીને પ્રયત્નપૂર્વક
તેનું સેવન કરવું, –એ જ મુનિધર્મ તથા શ્રાવકધર્મને ઉપાસવાની રીત છે. –મુનિને તેની
ઉગ્ર આરાધના હોય છે, શ્રાવકને તેની મંદ આરાધના હોય છે, –પણ માર્ગ તો બંનેનો
એક જ છે.
પુરુષાર્થ એટલે મોક્ષરૂપી પ્રયોજન, તેની સિદ્ધ કેમ થાય? તેની વાત છે.
આત્માનો જે શુદ્ધ ભૂતાર્થસ્વભાવ, કે જે ખરેખર વિકારથી ભિન્ન હોવા છતાં અજ્ઞાનીને
વિકારવાળો જ અનુભવાય છે, તે ભૂતાર્થસ્વભાવની સન્મુખતા એ મોક્ષનું બીજ છે;
અને તે ભૂતાર્થસ્વભાવથી વિમુખ પરિણામ તે સંસાર છે.
કર્મ અને કર્મ તરફના ભાવોથી રહિત, ને પોતાના અનંતગુણ સહિત એવો જે
ચૈતન્યપુરુષ, તેના ભૂતાર્થ–સત્ય સ્વભાવને યથાર્થપણે જાણવો શ્રદ્ધવો અને તેમાં
અવિચલ રહેવું–તે મોક્ષનો ઉપાય છે. –આવા મોક્ષઉપાયને સાધનારા મુનિઓની વૃત્તિ
અલૌકિક હોય છે; અરે, સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ પણ કોઈ અલૌકિક હોય છે.
મોહ–રાગ–દ્વેષરૂપ વિકારીભાવ તો સંસારનું કારણ છે; તે સંસારના કારણને જે
આત્માનું સ્વરૂપ માને તો તે વિપરીત શ્રદ્ધા છે. સંસારના કારણરૂપ ભાવને પોતાનું
સ્વરૂપ માને તો તેનું સેવન છોડીને મોક્ષનો ઉપાય ક્્યાંથી કરે? વિકલ્પના એક અંશથી
પણ આત્માને જે લાભ માને છે તે સંસારના જ કારણને સેવે છે. વિકલ્પ થાય–ભલે તે
શુભ હોય તોપણ–તે સ્વરૂપથી ચ્યૂત છે, જ્ઞાની તેને પોતાનું સ્વરૂપ નથી માનતા.
એનાથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપને જાણીને તેમાં અચ્યુત રહેવાના ઉદ્યમી છે. પણ શ્રદ્ધા જ
જેની ખોટી છે, શુદ્ધસ્વરૂપનું જ્ઞાન જ જેને નથી, તે શેમાં સ્થિતિ કરશે? પહેલાં સાચું સ્વરૂપ