Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 47

background image
: ૧૮ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
બપોરે તત્ત્વજ્ઞાનતરંગિણી ઉપર સહેલું પ્રવચન કર્યું. નાનકડા અમરાપુરમાં ૨૦૦
ઉપરાંત માણસો પ્રવચન સાંભળવા આવ્યા હતા; પ્રવચનમાં દેહથી ભિન્ન ચૈતન્યગોળો
ગુરુદેવ બતાવતા હતા, ને ગ્રામ્યજનતાને વારંવાર ભલામણ કરતા હતા કે ભાઈ, આ
વાત જરાક ઝીણી તો લાગશે પણ ભગવાનની દુકાને તો આ માલ છે; આ વાત દુર્લભ
છે પણ ખાસ સમજવા જેવી છે. આત્માની સમજણ વગર બીજું બધું કરી કરીને
અવતાર ગુમાવ્યા. આત્મા શું છે તે સમજ્યા વગર અવતારનો અંત આવે તેમ નથી ને
‘અમર પદ’ પમાય તેમ નથી. આત્માનું સ્વરૂપ સમજે તો જ અમરપદ પમાય.
સાંજે તેમજ રાત્રે તત્ત્વચર્ચા વખતે ગુરુદેવે અનેક આનંદકારી વાતો સંભળાવી,
ને ભક્તો આનંદિત થયા; ભાવિ તીર્થંકર ને ભાવિ ગણધરોની કથા સાંભળતાં કોને હર્ષ
ન થાય? બીજે દિવસે (પોષ સુદ તેરસે) અમરાપુરથી લાઠી શહેર પધાર્યા; સ્વાગત
થયું; જિનમંદિરમાં ભગવાન સીમંધરદેવનાં દર્શન કર્યા. બપોરે પ્રવચનમાં સમયસારની
૧૭–૧૮ ગાથાદ્વારા એમ સમજાવ્યું કે મોક્ષાર્થીએ યત્નપૂર્વક ચૈતન્યરાજાની સેવા કરવી.
(પોષ સુદ ૧૪) સવારમાં પ્રવચન વગેરે થયું. બપોરે લાઠીના એક વયોવૃદ્ધ ભાઈ
ગુરુદેવ પાસે આવેલ ને ગળગળા થઈને ઓરતો કરતા હતા એ વખતનું દ્રશ્ય
જિજ્ઞાસુઓને ધર્મની દુર્લભતા તથા સત્ધર્મના બહુમાનની મહત્તા જગાડતું હતું.
લાઠીના પ્રવચનોમાં ગુરુદેવ તદ્ન સહેલી ઢબથી તત્ત્વ સમજાવતા હતા, ને
તત્ત્વજ્ઞાનનો મહિમા સમજાવીને તેના અભ્યાસ માટે વારંવાર પ્રેરણા કરતા હતા;
પ્રવચન પછી નાની બાળાઓએ તત્ત્વચર્ચા અને ગુરુમહિમા સંબંધી સંવાદ કર્યો હતો;
સંવાદમાં સમ્યગ્દર્શનાદિ સંબંધમાં સુંદર ચર્ચા કરેલ–કે જેનો ઘણોખરો ભાગ આત્મધર્મના
બાલવિભાગના સવાલ–જવાબમાં, તથા વાંચકો સાથે વાતચીતમાં આવેલ, તેના ઉપરથી
રચાયો હતો. –એ ઉપરથી આપણો બાલવિભાગ નાના બાળકોમાં ધર્મના કેવા સુંદર
સંસ્કારો સીંચી રહ્યો છે–તે દેખાઈ આવતું હતું. આજે મધરાત પછી લગભગ ચાર કલાક
સુધી ગુરુદેવને અદ્ભુત તત્ત્વચિંતન ચાલ્યું–જેમાં આ સ્વભાવ, ને આ વિભાવ, એવી
અત્યંત ભિન્નતા, તથા નિશ્ચય ને વ્યવહાર બંનેની ભિન્નતા–એનું ઘણું સ્પષ્ટ ઘોલન
ચાલતું હતું–તે વખતે ગુરુદેવને ઘણી પ્રસન્નતા થઈ હતી. લાઠીમાં છેલ્લે દિવસે (પોષ
વદ એકમે) પૂ. બેનશ્રી–બેન આવી ગયા હતા. આજે લાઠીના ઠાકોરસાહેબ પણ
પ્રવચનમાં આવ્યા હતા. પ્રવચન બાદ જિનમંદિરમાં