: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૩ :
ગુરુદેવની સાથે સાથે
(હિંમતનગરમાં પંચકલ્યાણક–મહોત્સવ)
આત્મધર્મના ગતાંકમાં સોનગઢથી રાણપુર સુધીના સમાચાર આપી ગયા છીએ.
રાણપુરથી અમદાવાદ થઈને માહ સુદ ૪ ના રોજ ગુરુદેવ હિંમતનગર પધારતાં હજારો
મુમુક્ષુઓએ ઉમંગભર્યું સ્વાગત કર્યું. બે હાથી સહિતનું આવું ઉલ્લાસભર્યું ભવ્ય સ્વાગત
જોઈને આખી નગરી આશ્ચર્ય પામતી હતી. સ્વાગત સરઘસ મહાવીરનગરના
પ્રતિષ્ઠામંડપમાં આવ્યું, ને ત્યાં પાંચેક હજાર માણસોની સભામાં ગુરુદેવે સિદ્ધ
ભગવંતોને નિમંત્રીને અપૂર્વ માંગળિક કર્યું. (જે આ અંકમાં આપ્યું છે.)
મહાવીરનગર–પ્રતિષ્ઠામંડપ ખૂબ જ શોભતો હતો. બાજુમાં સવાલાખ ઉપરાંતના
ખર્ચે બંધાયેલું વિશાળ જિનમંદિર છે. અહીં જૈનભાઈઓની સોસાયટી બંધાતાં તેમને
એવી ભાવના થઈ કે આપણા મકાનોની સાથે સાથે ભગવાનના દર્શન–પૂજન માટે એક
જિનમંદિર પણ બંધાવવું જોઈએ. તે અનુસાર તેમણે સોસાયટીની જમીન સાથે
જિનમંદિર માટેની જમીનની પણ માંગણી કરી. હિંમતનગરના રાજવીએ તેમની
ભાવનામાં સાથ આપીને જિનમંદિર માટેનો પ્લોટ ભેટ તરીકે આપ્યો. ને તેમાં
મુમુક્ષુઓએ ઉત્સાહપૂર્વક ભવ્ય જિનમંદિર બંધાવ્યું. –તેમાં પંચકલ્યાણક–પ્રતિષ્ઠામહોત્સવ
પ્રસંગે પૂ. ગુરુદેવ હિંમતનગર પધાર્યા.
પ્રતિષ્ઠા–મહોત્સવના પ્રારંભમાં શાંતિજાપ, મંડપમાં પ્રભુને બિરાજમાન કરીને
ઝંડારોપણ, તથા ૬૪ ઋદ્ધિધારી મુનિવરોનું પૂજન વગેરે વિધિઓ થઈ હતી. તા. ૧પ ની
રાત્રે પાર્શ્વનાથપ્રભુના ગર્ભકલ્યાણકનાં દ્રશ્યો થયા, ત્યારબાદ તા. ૧૬ મી એ કુમારિકા
દેવીઓ દ્વારા વામાદેવી માતાની સેવા, તત્ત્વચર્ચા વગેરે દ્રશ્યો થયા. જન્માભિષેકના
કળશોની ઉછામણી ઉલ્લાસકારી હતી. –અમે કળશ લીધા વગર રહી ન જઈએ–એવા
ઉમંગથી બધાય ઝડપભેર કળશની બોલી લેતા હતા. ૧૦૮ કળશની બોલી પૂરી થતાં
માત્ર ૨૦ મિનિટ લાગી હતી. –તે ઉપરથી તેની ઝડપનો ખ્યાલ આવશે. સાંજે
ઉલ્લાસપૂર્વક વેદીશુદ્ધિ–મંદિર–કળશ–ધ્વજશુદ્ધિ થઈ હતી. દરેક વિધિમાં ૧૬ ઈન્દ્રો ને ૧૬
ઈન્દ્રાણીઓ ભાગ લેતા હતા. ઈન્દ્રો ઉપરાંત કેટલીક અગત્યની વિધિ