પરભાવોને ફરીફરીને ભોગવી ચૂક્યો છે,
સંસારસંબંધી બધાય દુઃખ–સુખ એ ભોગવી ચૂક્યો
છે, પોતાના સ્વરૂપનું વાસ્તવિક સુખ એક
ક્ષણમાત્ર તેણે ભોગવ્યું નથી...કે જે સુખની પાસે
જગતના બધા ઈન્દ્રિયસુખો અત્યન્ત નીરસ છે.
ઈન્દ્રિયસુખોથી આત્મિકસુખની જાત જ જુદી છે,–
જેમ ઈન્દ્રિયો અને આત્મા જુદા છે તેમ.–હે જીવ!
જ્ઞાનસ્વભાવના અવલંબનથી સમ્યગ્દર્શનનો
પ્રયત્ન કરીને સ્વાનુભૂતિમાં તારા આ સુખને તું