Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 45

background image
૨૮૪
જિજ્ઞાસુની એક જ ચિન્તા
પોતાના જ્ઞાનમાં પોતાની વસ્તુ ગુપ્ત કેમ રહી શકે? બીજા
વિચાર છોડીને, સત્ય સ્વરૂપને વિચારમાં લઈને શિષ્ય પહેલાં તેનો
નિર્ણય કરે છે, પછી તે નિર્ણયના બળે અનુભવ થાય છે.
ચૈતન્યસ્વરૂપને પામવા માટે શિષ્ય તે તરફ ઢળતો જાય છે. રાગની
અપેક્ષા વગર જ્ઞાનમાં સીધો આત્માને પકડવા માંગે છે, એટલે કે
આત્માને સ્વસંવેદન–પ્રત્યક્ષ કરવા માંગે છે; તે માટે નિર્ણય કર્યો છે
કે મારો સ્વભાવ જ સ્વસંવેદન–પ્રત્યક્ષ થવાનો છે, તેમાં વચ્ચે
રાગનો પડદો રહી શકે નહીં. આત્માને પ્રત્યક્ષ કરવાની રાગમાં
તાકાત નથી પણ જ્ઞાનમાં તેવી તાકાત છે; એટલે સ્વાનુભવ કરવા
માટે રાગની ઓથ લેવી પડે એમ નથી. આટલા નિર્ણય સુધી
આવ્યા પછી હવે સાક્ષાત્ અનુભવ માટે શિષ્યોનો ઉદ્યમ છે. તેનું
સરસ વર્ણન આચાર્યદેવે સમયસારમાં કર્યું છે.
અજ્ઞાનીનો તો કાળ પરદ્રવ્યની જ ચિંતામાં ચાલ્યો જાય છે,
સ્વદ્રવ્ય શું છે તેના વિચારનોય તેને અવકાશ નથી. અહીં તો જેણે
સ્વદ્રવ્યની ચિન્તામાં પોતાનું ચિત્ત જોડ્યું છે–એવા જિજ્ઞાસુ શિષ્યની
વાત છે. તેને બહારની બધી ચિન્તા છૂટીને અંતરમાં એક જ ચિન્તા
છે કે મને મારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કઈ રીતે થાય?
તંત્રી: જગજીવન બાવચંદ દોશી * સંપાદક: બ્ર. હરિલાલ જૈન
વીર સં. ૨૪૯૩ જેઠ (લવાજમ: ત્રણ રૂપિયા) વર્ષ ૨૪: અંક ૮