Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 75

background image
૨૮૬
મોક્ષમાર્ગીનું જીવન
અહા, મોક્ષમાર્ગી જીવોનાં જીવન કોઈ જુદી
જાતના છે. પોતાના ચૈતન્યસ્વભાવ સિવાય બીજા કોઈની
જેને અંતરમાં દરકાર નથી. જગતના પ્રસંગોથી એમની
પરિણતિ હલી જતી નથી. અંતરની અનુભવદશામાં
ચૈતન્યના આનંદના દરિયા ડોલતા દેખ્યા છે, એનું ચિત્ત
હવે બીજે કેમ લાગે?
રે જીવ! તારે મોક્ષમાર્ગી થવું છે ને! તો
સંસારમાર્ગી જીવો કરતાં મોક્ષમાર્ગી જીવોનાં લક્ષણ તદ્ન
જુદાં હોય છે. માટે પ્રતિકૂળતા વગેરે પ્રસંગ આવતાં તું
સંસારીજીવોની જેમ ન વર્તીશ. પણ મોક્ષમાર્ગી–
ધર્માત્માઓની પ્રવૃત્તિ લક્ષમાં લઈને તે રીતે વર્તજે;
મોક્ષમાર્ગમાં દ્રઢ રહેજે...મોક્ષમાર્ગી ધર્માત્માઓના
જીવનને તારા આદર્શરૂપે રાખજે.
વીર સં. ૨૪૯૩ બ્રહ્મચર્ય અંક (ચોથો) વર્ષ: ૨૪
શ્રાવણ અંક: ૧૦