: ૩૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૩
હા...કે...ના?
ગતાંકમાં જે સાત પ્રશ્નો પૂછેલા તે સાતે પ્રશ્નોનો જવાબ ‘હા’ છે. તેની વિગત નીચે મુજબ–
૧ પ્ર. જીવ અને શરીર બંનેના લક્ષણ અત્યારે જુદા છે?
ઉ. હા; કેમકે જીવનું લક્ષણ ચેતના છે, ને શરીરનું લક્ષણ જડતા છે.–એ રીતે અત્યારે પણ બંનેનાં
લક્ષણ જુદાં છે.
૨ પ્ર. આ કાળે આપણે નિર્વિકલ્પ–આત્મઅનુભવ કરી શકીએ?
ઉ. હા; એવો અનુભવ કરનારા જીવો અત્યારે સાક્ષાત્ જોવામાં પણ આવે છે.
૩. પ્ર. મિથ્યાદ્રષ્ટિ જીવ સ્વર્ગમાં જઈ શકે?
ઉ. હા; મિથ્યાદ્રષ્ટિ પણ પુણ્ય કરે તો સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં જનારા જીવોમાં સમ્યગ્દ્રષ્ટિ કરતાં
મિથ્યાદ્રષ્ટિ ઘણા વધુ હોય છે.
૪. પ્ર. કોઈ મનુષ્યનું આયુષ્ય દેવ કરતાં પણ અસંખ્યગણું હોય?
ઉ. હા; ભોગભૂમિના મનુષ્યનું આયુષ્ય અસંખ્ય વર્ષોનું હોય છે, જ્યારે હલકા દેવોનું જઘન્ય આયુ
દશહજાર વર્ષ હોય છે; એટલે તે દેવ કરતાં મનુષ્યનું આયુ અસંખ્યગણું થયું.
પ. પ્ર. જગતમાં એકસાથે બે તીર્થંકરો જન્મે ખરા?
ઉ. હા; કોઈવાર એવો ઉત્તમ યોગ પણ બને છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રના બે તીર્થંકરો એક સાથે
અવતરે છે. (આ સંબંધી શાસ્ત્રાધાર મળ્યે પ્રગટ કરીશું.)
૬. પ્ર. આપણે જંબુદ્વીપમાં રહીએ છીએ, તે જંબુદ્વીપમાં અત્યારે કોઈ તીર્થંકર વિચરે છે?
ઉ. હા; જંબુદ્વીપમાં વિદેહક્ષેત્ર પણ છે ને તેમાં સીમંધર, યુગમંધર, બાહુ ને સુબાહુ એ ચાર તીર્થંકર
ભગવંતો અત્યારે વિચરી રહ્યા છે; તેમને આપણા નમસ્કાર હો.
૭. પ્ર. શુભરાગનું ફળ પણ સંસાર છે?
ઉ. હા; રાગનું ફળ તો સંસાર જ હોય; મોક્ષ તો વીતરાગભાવ વડે જ પમાય છે. जयजिनेन्द्र
ત્રણ અક્ષરની વસ્તુ
ગતાંકમાં ત્રણ અક્ષરની વસ્તુ શોધી કાઢવાનું પૂછેલ–તે વસ્તુ છે ‘अहिंसा’
અહિંસા એ જૈનધર્મની એક ખાસ વસ્તુ છે; દરેક જીવને તે વહાલી છે; તેના વડે જગતમાં
જૈનધર્મની પ્રસિદ્ધિ છે.
અરિહંતદેવ પાસે એનો પહેલો અક્ષર છે–(अ)
હિંદુસ્તાનમાં એનો બીજો અક્ષર છે–(हिं)
સામાયિકમાં એનો ત્રીજો અક્ષર છે–(सा)
પાપી જીવો પાસે અહિંસા હોતી નથી. આ અહિંસાના ત્રણ અક્ષરમાંથી પહેલો અક્ષર ગુમાવીને
બાકીના બે અક્ષરને, એટલે કે હિંસાને જે સેવે તે જીવ નરકમાં જાય છે. જૈનધર્મની અહિંસાનો જય હો.
(અહિંસાનું સાચું સ્વરૂપ સમજાવતો એક લેખ આગામી અંકમાં વાંચશો.)