: ૩૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
બંધુઓ, દીપાવલીપર્વ આનંદથી ઉજવ્યું હશે. અહીં અમે સોનગઢમાં તો દેવ–ગુરુની
છાયામાં બહુ આનંદથી ઉજવ્યું છે. શ્રીમહાવીર ભગવાનનાં ભાવભીનાં પૂજન–ભક્તિ
કર્યા....વીરપ્રભુ મોક્ષ પધાર્યા તેનું સ્વરૂપ ગુરુદેવે સમજાવ્યું....ને આપણે પણ વીરપ્રભુના એ
મોક્ષમાર્ગમાં જઈએ એવી ઉત્તમ ભાવનાથી સૌ સાધર્મીઓએ એકબીજાને અભિનંદન કર્યા...આ
વર્ષમાં આરાધના માટેની ઊંચી ઊંચી ભાવનાઓ ભાવી...તમે પણ કેવી ઊંચી ઊંચી ભાવનાઓ
ભાવી –તે જણાવજો...ને આ વર્ષને આત્મસાધના વડે શોભાવજો.... जय जिनेन्द्र
નવા પ્રશ્નો
(૧) જીવ અને શરીર, તેમાં રૂપી કોણ? અને
અરૂપી કોણ?
(૨) મરૂદેવીમાતા, ત્રિશલામાતા,
શિવાદેવીમાતા અને અચિરામાતા–એ
ચારે માતાજીના પુત્રોને શોધી કાઢો
(૩) ગયા અંકના બાલવિભાગમાં ‘પાંચ
ગતિ’ બતાવી હતી; તો–
મહાવીર ભગવાન, સીમંધર ભગવાન અને
કુંદકુંદાચાર્યદેવ–એ ત્રણે અત્યારે કઈ ગતિમાં
બિરાજે છે? તે શોધી કાઢો.
(૪) આપણે મોક્ષમાં જશું ત્યારે નીચેની દસ
વસ્તુમાંથી આપણી પાસે શું શું હશે?–
સમ્યગ્દર્શન, પુણ્ય, પાપ, શરીર, દુઃખ,
સુખ, આસ્રવ, નિર્જરા, જ્ઞાન, અસ્તિત્વ.
જવાબો વેલાસર નીચેના સરનામે લખવા–
સંપાદક આત્મધર્મ, સોનગઢ (સૌ.)
* દીવાળીના દિવસે *
૧. મહાવીરપ્રભુજી મોક્ષ પામ્યા.
૨. ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા.
૩. સુધર્મસ્વામી શ્રુતકેવળી થયા.
* આ અંકનો કોયડો
ચાર અક્ષરનું નામ છે,
જગજાહેર ભગવાન છે;
પહેલો ને બીજો અક્ષર લેતાં
એક મહિનો બને છે.
ત્રીજો અને ચોથો અક્ષર લેતાં
તેનો અર્થ ‘બહાદૂર’ થાય છે.
બીજો અને ચોથો અક્ષર ભેગો કરતાં
બાળકોને ડોકમાં પહેરવો ગમે છે.
તેમના પ્રતાપે જ દીવાળીને દિવસે
દીવડા પ્રગટે છે....
–એ કોણ?
(કોયડો મોકલનાર: પ્રવીણચંદ્ર જૈન નં. ૧૯૩૬)
પાંચ વસ્તુ પૂરી કરો
ગતાંકમાં પૂછેલી પાંચ વસ્તુઓ નીચે મુજબ છે:–
૯. પાંચ શ્રુતકેવળી: વિષ્ણુમુનિ, નંદિમિત્ર, અપરાજિત, ગોવર્ધન, ભદ્રબાહુસ્વામી (પહેલા)
૧૦. પાંચ શાશ્વતમેરુતીર્થ: સુદર્શનમેરુ, અચલમેરુ, વિજયમેરુ, મંદરામેરુ, વિદ્યુન્માલીમેરુ
૧૧. પાંચ નામ વીરપ્રભુનાં: વર્દ્ધમાન, વીર, અતિવીર, મહાવીર, સન્મતિનાથ
૧૨. પાંચ નામ કુંદપ્રભુનાં: પદ્મનંદી, કુંદકુંદ, ગૃદ્ધપિચ્છાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય.