Atmadharma magazine - Ank 289
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 45

background image
: ૨ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
બેસતા વર્ષની બોણી
સાક્ષાત્ મોક્ષમાર્ગના સારરૂપ વીતરાગતા જયવંત વર્તો
स्वस्ति साक्षात्मोक्षमार्गसारत्वेन शास्त्रतात्पर्यभूताय वीतरागत्वायेति
આવો મોક્ષમાર્ગ દેખાડનારા ભગવંતોને નમસ્કાર હો,
શ્રી પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં ‘स्वस्ति साक्षात्
मोक्षमार्ग..” એમ કહીને વીતરાગી મોક્ષમાર્ગ પ્રત્યેના પ્રમોદપૂર્વક
આચાર્યદેવ આશીર્વાદ આપે છે કે હે ભવ્યજીવો! મહાવીર ભગવાને
વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગ વડે મોક્ષને સાધ્યો, ને તમે પણ એ જ
માર્ગને આરાધો. –મોક્ષમાર્ગનો આવો મંગલ સન્દેશ ગુરુદેવે
બેસતાવર્ષની બોણીમાં આપ્યો.
વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગની આરાધના કરવી તે મોક્ષનો ખરો ઉત્સવ છે. ભગવાનના
મોક્ષનો ઉત્સવ કોણ ઉજવે? જે મોક્ષાર્થી હોય તે; તે મોક્ષાર્થી
જીવ કઈ રીતે નિર્વાણ પામે છે? સાક્ષાત્ મોક્ષનો અભિલાષી
ભવ્યજીવ અત્યંત વીતરાગતા વડે ભવસાગરને તરી જઈને, શુદ્ધસ્વરૂપ પરમ
અમૃતસમુદ્રને અવગાહીને શીઘ્ર નિર્વાણને પામે છે.
જુઓ, આજે ભગવાનના નિર્વાણના દિવસે નિર્વાણ પામવાની વાત આવી છે. ભગવાન
મહાવીર મોક્ષાર્થી થઈને ચિદાનંદ સ્વરૂપનું ભાન કરીને તેમાં લીનતા વડે વીતરાગ થયા, એ રીતે
રાગદ્વેષમોહરૂપ ભવસાગરથી પાર થઈને, પરમ આનંદના સાગર એવા પોતાના
શુદ્ધસ્વરૂપમાં નિમગ્ન થઈને નિર્વાણ પામ્યા; ને નિર્વાણનો આવો જ માર્ગ ભગવાને
ભવ્યજીવોને બતાવ્યો; હે ભવ્ય જીવો! સાક્ષાત્ વીતરાગતા જ મોક્ષમાર્ગ છે, તેના વડે જ મોક્ષેચ્છુ
ભવ્યજીવો ભવસાગરને તરીને નિર્વાણને પામે છે–
–તેથી ન કરવો રાગ જરીયે ક્્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે, (પંચા૦ ૧૭૨)
આખા શાસ્ત્રનું એટલે કે જૈનશાસનનું તાત્પર્ય આચાર્યભગવાને આ સૂત્રમાં બતાવ્યું છે.
ભવ્યજીવો કઈ રીતે ભવસાગરને તરે છે? –કે વીતરાગતા વડે; બસ! વીતરાગતા તે જ સમસ્ત
શાસ્ત્રનું તાત્પર્ય છે, તે જ શાસ્ત્રનું હાર્દ છે. કયાંય પણ જરીકેય રાગ રાખીને તરાતું નથી પણ
સઘળી વસ્તુ પ્રત્યેના સમસ્ત રાગને છોડીને, અત્યંત વીતરાગ થઈને ચૈતન્યસ્વરૂપમાં લીનતાવડે
જ ભવસાગરને તરાય છે.