માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૭
૨૪ પાંચ આચાર: દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર.
૨પ પાંચ વ્રત: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ.
૨૬ પાંચ આસ્રવ: મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ.
૨૭ પાંચ પાપ: હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ.
૨૮ પાંચ પાંડવ: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ.
૨૯ પાંચ ભરતક્ષેત્ર: ધાતકીદ્વીપમાં બે, પુષ્કરદ્વીપમાં બે, જંબુદ્વીપમાં એક.
૩૦ પાંચ ઐરવતક્ષેત્ર: ધાતકી દ્વીપમાં બે, પુષ્કરદ્વીપમાં બે, જંબુદ્વીપમાં એક.
[નં. ૨૮ પાંચ પાંડવો બાબત વિશેષતા: પાંડવ એટલે પાંડુરાજાના પુત્રો, –તેઓ
ખરેખર પાંચ નહીં પણ છ હતા; છઠ્ઠા કર્ણ. તે સૌથી મોટા હતા. પણ મહાભારતના
યુદ્ધમાં તેઓ પોતાના ભાઈ અર્જુનના હાથે જ મૃત્યુ પામ્યા. છેવટે કર્ણ સિવાયના પાંચ
પાંડવો દીક્ષા લઈને સૌરાષ્ટ્રમાં શત્રુંજય ઉપર પધાર્યા હતા, ત્યાં ત્રણ મોક્ષ પામ્યા, ને બે
સર્વાર્થસિદ્ધિમાં ગયા. આથી શત્રુંજય તે સિદ્ધક્ષેત્ર છે.]
નીચેના દશ બોલમાં પાંચ વસ્તુ પૂરી કરો–
૩૧ (પાંચ સમિતિ) ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપણસમિતિ......
૩૨ (પાંચ પરાવર્તન) દ્રવ્યપરાવર્તન, ક્ષેત્રપરાવર્તન, કાળપરાવર્તન, ભવપરાવર્તન,......
૩૩ (પાંચ હેયતત્ત્વો; છોડવા જેવા) અજીવ, પુણ્ય, આસ્રવ, બંધ, ......
૩૪ (પાંચ ટૂંક ગીરનારની) ૧– જિનમંદિર અને રાજુલની ગૂફા, ૨– અનિરૂદ્ધ ટૂંક, ૩– શંબુકુમારની
ટૂંક, ૪–પદ્યુમ્નની ટૂંક, પ–......
૩પ (પાંચ અક્ષર પરમેષ્ઠીના) अ... सि... आ... उ... ...
૩૬ (પાંચ પરમેષ્ઠીના પ્રથમ અક્ષર “ માં) अ...अ...आ...उ ... ...
૩૭ (પાંચ લઘુસ્વર; અયોગીગુણસ્થાનના કાળનું માપ) अ इ उ ऋ
૩૮ (પાંચ શરીર) ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ,.........
૩૯ (પાંચ સ્થાવર) પૃથ્વીકાયિક, અપ્કાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક......
૪૦ (પાંચ ત્રસ) બેઈન્દ્રિય, ત્રિ–ઈન્દ્રિય, ચૌઈન્દ્રિય, પંચેન્દ્રિય–અસંજ્ઞી, ......