:૪: આત્મધર્મ : પોષ : ૨૪૯૪
ઉપયોગ થાય છે. જ્ઞાન–વૈરાગ્ય ને ભક્તિરસથી નીતરતાં ભજન–સ્તવનો પૂ. બંને
બહેનો ઉપશાંતભાવથી ગવડાવતા હોય ત્યારે જિનમંદિરનું વાતાવરણ મુમુક્ષુભક્તોના
ચિત્તને જિનભક્તિમાં થંભાવી દે છે. ભક્તિ માટેના આ ચારે પુસ્તકોનો પણ સારો
પ્રચાર છે. ચારે પુસ્તકની અનેક આવૃત્તિ દ્વારા લગભગ ત્રીસહજાર જેટલાં પુસ્તકો
છપાયા છે.
જિનેન્દ્રસ્તવનાવલી કિ. ૦–૭પ જિનેન્દ્રસ્તવનમાળા કિં. –૧–૧૨
જિનેન્દ્ર ભજનમાળા કિં. ૧–૦૦ જિનેન્દ્ર સ્તવનમંજરી (અપ્રાપ્ત)
(૮) નિયમસાર પ્રવચનો: શુદ્ધાત્મભાવનાથી ભરપૂર નિયમસાર ઉપર પૂ. ગુરુદેવનાં
પ્રવચનોમાંથી બે પુસ્તક છપાયા છે. પહેલાં પુસ્તકમાં શુદ્ધજીવ–અધિકાર (ગા. ૧ થી
૧૯) ઉપરનાં પ્રવચનો છે. (અપ્રાપ્ત) બીજા પુસ્તકમાં શુદ્ધભાવ અધિકારની પાંચ
ગાથા (૩૮ થી ૪૨) ઉપરનાં પ્રવચનો છે. કિં. ૧–૬૨
(૯) આત્મસિદ્ધિ ગાથા: શ્રીમદ્રાજચંદ્રજીની ‘આત્મસિદ્ધિ’ –જે સ્વાધ્યાય માટે સર્વે
જિજ્ઞાસુઓને ઉપયોગી છે. અનેક આવૃત્તિ છપાયેલ છે: કિં. ૦–૧૩
(૧૦) જૈનસિદ્ધાંતપ્રવેશિકા: શિક્ષણવર્ગનું ને પાઠશાળાઓનું પાઠ્યપુસ્તક (પંડિત શ્રી
ગોપાલદાસજી બરૈયા રચિત) શાસ્ત્રના અભ્યાસની પૂર્વભૂમિકારૂપે ઉપયોગી છે. ને
જૈન–શબ્દકોશ જેવું કામ આપે છે. (અપ્રાપ્ત) (હિંદી સુરતથી મળે છે.)
(૧૧) સમયસાર–પ્રવચન: ભાગ ૨ (વિગત માટે જુઓ પુષ્પ નં. ૧ માં)
(૧૨) આત્મસિદ્ધિ–સાર્થ: આત્મસિદ્ધિ અર્થ સહિત, જિજ્ઞાસુઓને સ્વાધ્યાય માટે ઉપયોગી છે.
મૂલ્ય ૦–૨પ
(૧૩) मुक्ति का मार्गः હિંદીમાં જેની ૨૩૦૦૦ જેટલી નકલો છપાઈ ગઈ છે; તે સુપ્રસિદ્ધ
પુસ્તક (વિગત માટે જુઓ પુષ્પ નં. ૬ માં) પાંચમી ને છઠી આવૃત્તિ ખાસ
સંશોધનપૂર્વક છપાયેલ છે.
આ પુસ્તકો મંગાવવા માટે નીચેના સરનામે લખવું–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
રવાનગી ખર્ચ અલગ સમજવું. જુઓ, કમિશન સંબંધી માહિતી માટે ગતાંકમાં જુઓ,
અથવા બાજુના સરનામે પૂછાવો.