Atmadharma magazine - Ank 292
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 45

background image
: ૮ : આત્મધર્મ : મહા : ર૪૯૪
જેમ જીભ એવી લૂખી છે કે ચીકાસ તેને ચોંટતી નથી; તેમ શુદ્ધચૈતન્યરસનો સ્વાદ
ચાખનારી ભેદજ્ઞાનરૂપી જીભ એવી લૂખી છે (રાગની ચીકાસ વગરની, વીતરાગ છે) કે રાગની
ચીકાસ તેને ચોંટતી નથી, રાગથી તે જ્ઞાન જુદું ને જુદું અલિપ્ત જ રહે છે.
અને જેમ સોનાને કાટ લાગતો નથી તેમ ભેદજ્ઞાનરૂપી શુદ્ધ સુવર્ણને વિકારરૂપી કાટ
લાગતો નથી. શુભાશુભરાગ વખતેય જ્ઞાનીનું જ્ઞાન તે–રૂપે થઈ જતું નથી, તે કટાતું નથી પણ
શુદ્ધજ્ઞાનપણે જ રહે છે.
આ રીતે (ઉપરોક્ત ચાર દ્રષ્ટાન્તે) સમ્યગ્દ્રષ્ટિની પરિણતિ જ્ઞાન–વૈરાગ્યરૂપ છે. જ્ઞાન–
વૈરાગ્યની તેની કોઈ અમોઘ શક્તિ છે કે જે તેને કર્મનું બંધન થવા દેતી નથી પણ ઉદયાગત
કર્મોને ખેરવી નાંખે છે. આ રીતે ભેદજ્ઞાનના બળવડે સમ્યગ્દ્રષ્ટિને નિર્જરા થયા જ કરે છે.
ચૈતન્યના આનંદરસના સ્વાદ પાસે જ્ઞાનીને વિષયોનો રસ કેમ હોય? ચૈતન્યના પરમ
પ્રેમ પાસે શુભરાગનો સ્વાદ પણ જ્ઞાનીને નીરસ લાગે છે. જેણે ચૈતન્યના સુખનો સ્વાદ નથી
ચાખ્યો તેને જ શુભરાગનો રસ લાગે છે. શુભરાગ અને તેનું ફળ એ જીવનું સ્વરૂપ જ નથી;–
અશુભની તો વાત જ શી? નરકની ઘોર પ્રતિકૂળતાના વેદન વચ્ચે પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ તેનાથી
ભિન્ન પોતાના ચૈતન્યસુખને વેદે છે. રાગના વેદનમાં તેના ઉપયોગની એકતા થતી નથી,
ચૈતન્યસુખના વેદનમાં જ તેના ઉપયોગની એકતા છે, તેમાં જ તેની પ્રીતિ છે. ચૈતન્યસુખ સિવાય
જગતમાં બીજે ક્્યાંય ધર્મીને પ્રીતિ નથી. અનુકૂળ–પ્રતિકૂળતાથી પાર (શુભ–અશુભથી પાર)
તેની ચૈતન્યપરિણતિ (કમળની જેમ, મંત્રવાદીની જેમ, લૂખી જીભની જેમ, અને સુવર્ણની જેમ–
એ ચાર દ્રષ્ટાન્તે) પરભાવોથી તદ્ન અલિપ્ત છે, તેથી તે કર્મથી લેપાતી નથી પણ મુક્ત જ રહે છે.
જ્ઞાન–વૈરાગ્યસમ્પન્ન સમ્યગ્દ્રષ્ટિ જીવને નિર્જરા થાય છે. તેની જ્ઞાન–વૈરાગ્યશક્તિ કેવી
છે? તે બતાવે છે: પ્રથમ તો જ્ઞાન એટલે શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ જાણપણું; અને વૈરાગ્ય એટલે
પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્નતારૂપ ભેદજ્ઞાન; એવું ભેદજ્ઞાન થતાં દ્રવ્યકર્મ–ભાવકર્મ–નોકર્મ
તરફથી વિરક્ત થઈને જ્ઞાનપરિણતિ પોતાના શુદ્ધસ્વરૂપ તરફ ઝૂકી છે. –આવી જ્ઞાન–
વૈરાગ્યશક્તિ સમ્યગ્દ્રષ્ટિને નિયમથી હોય છે. આવી જ્ઞાન–વૈરાગ્યરૂપ પરિણતિમાં કર્મના ફળનો
ભોગવટો હોતો નથી એટલે તે ફળ દીધા વગર જ નિર્જરી જાય છે.
ધર્મી શુદ્ધસ્વરૂપને સ્વજ્ઞેયપણે જાણે છે; રાગાદિને ભિન્ન પરજ્ઞેયપણે જાણે છે; એટલે
તેનાથી તે વિરક્ત છે. આવી સહજ જ્ઞાન–વૈરાગ્ય પરિણતિ તે ધર્મીનું સાચું