નથી, તે લડાઈમાં દુશ્મન સામે કેવી રીતે ઊભો રહેશે? જીવનમાં જેણે અભ્યાસ કર્યો હશે તેને
ખરે ટાણે કામ આવશે. માટે નિરંતર પ્રમાદ છોડી દ્રઢ વૈરાગ્યપૂર્વક આત્માની ભાવના ભાવજે.
વિશુદ્ધભાવથી ઉત્તમ બોધનું સેવન કરજે...એવી દ્રઢ ભાવના કરજે કે કેવળજ્ઞાન સુધી અખંડ રહે.
અરે જીવ! ભેદજ્ઞાન કરીને તારા જ્ઞાનને અંતરમાં ઢાળજે! વારંવાર જ્ઞાનને અંતરમાં એકાગ્ર
કરવાનો અભ્યાસ કરજે..રોમેરોમે એટલે કે આત્મામાં પ્રદેશે પ્રદેશે–જ્ઞાનનું પરિણમન થઈ જાય–
એવો દ્રઢ અભ્યાસ કરજે. વિષયો તરફની વૃત્તિ તોડીને ચૈતન્યનો રસ એવો વધારજે કે સ્વપ્નેય
કે પ્રાણ જાય એવા પ્રસંગે પણ તેમાં શિથિલતા ન થાય, ને ધારાવાહી જ્ઞાન ટકી રહે. –આમ દ્રઢ
જ્ઞાનભાવનો ઉપદેશ છે.
વીતરાગમાર્ગી સન્તોએ પોતાના અનુભવમાં લઈને એ વાત પ્રસિદ્ધ કરી છે.
હિત કરવા માટે પોતાનું દ્રવ્ય કેવું? ગુણ કેવા? ને તેના આશ્રયે પર્યાય પ્રગટે
છે તે કેવી છે–તે જાણવું જોઈએ.