પહેલાંં અજ્ઞાનદશામાં અનેક કુદેવોને દેખ્યા; પરંતુ આપના જેવા
વીતરાગ–સર્વજ્ઞપરમાત્માને દેખ્યા પછી હવે બીજા કોઈ પ્રત્યે
અમારું ચિત્ત લાગતું નથી. તેમ સાધકધર્માત્મા કહે છે કે હે નાથ!
સંયોગને અને રાગને અમે જોઈ લીધા, અજ્ઞાનપણે રાગનો સ્વાદ
પણ ચાખી લીધો, પણ હવે આપે બતાવેલા અમારા આ પરમ
ચિદાનંદસ્વભાવને જોયો; અચિંત્યશક્તિવાળા આ ચૈતન્યદેવને
દેખ્યા પછી હવે આ ચૈતન્ય સિવાય બીજે ક્્યાંય કોઈ પરભાવમાં
અમારું ચિત્ત લાગતું નથી. આવા સ્વભાવની દ્રષ્ટિ તે સમ્યગ્દર્શન
છે, ને તે સમ્યદર્શન કેવળજ્ઞાનને નિમંત્રે છે– બોલાવે છે.