: મહા : ર૪૯૪ આત્મધર્મ : ૫ :
જેમ સૂતર અને નેતરને મેળ ખાય નહિ તેમ જેને આત્માની ઓળખાણ કરવી હોય તેને
અને જગતને મેળ નહિ ખાય. સમ્યગ્દ્રષ્ટિરૂપ સૂતર અને મિથ્યાદ્રષ્ટિરૂપ નેતરને મેળ નહિ ખાય.
આચાર્ય દેવ કહે છે કે હે બંધુ! તું ચોરાશીના કૂવામાં પડ્યો છે, તેમાંથી પાર પામવા માટે ગમે
તેટલા પરિષહો કે ઉપસર્ગો આવે, મરણ જેટલાં કષ્ટો આવે તોપણ તેની દરકાર છોડીને, પુણ્ય–
પાપરૂપ વિકારભાવનો બેઘડી પાડોશી થા, તો ચૈતન્યદળ તને જુદું જણાશે. ‘શરીરાદિ તથા
શુભાશુભ ભાવ એ બધું મારાથી જુદું છે ને હું એનાથી જુદો છું, પાડોશી છું, એમ એક વાર
પાડોશી થઈ આત્માનો અનુભવ કર.
સાચી સમજણ કરીને નજીકમાં રહેલા પદાર્થોથી હું જુદો, જાણનાર–દેખનાર છું; શરીર,
વાણી મન તે બધાં બહારનાં નાટક છે, તેને નાટકસ્વરૂપે જો. તું તેનો સાક્ષી છો, સ્વાભાવિક
અંતરજ્યોતિથી જ્ઞાનભૂમિકાની સત્તામાં આ બધું જે જણાય છે તે હું નહિ પણ તેને જાણનારો
તેટલો હું–એમ સ્વતત્ત્વને જાણ તો ખરો! અને તેને જાણીને તેમાં લીન તો થા! આત્મામાં શ્રદ્ધા,
જ્ઞાન અને લીનતા પ્રગટ થાય છે તેનું આશ્ચર્ય લાવી એકવાર પરદ્રવ્યોનો પાડોશી થા.
જેમ મુસલમાનનું ઘર અને વાણિયાનું ઘર નજીક–નજીક હોય તો વાણિયો તેનો પાડોશી
થઈ રહે છે પણ તે મુસલમાનનું ઘર પોતાનું માનતો નથી? તેમ તું પણ ચૈતન્યસ્વભાવમાં ઠરી
પર પદાર્થોનો બે ઘડી પાડોશી થા, આત્માનો અનુભવ કર.
શરીર, મન વાણીની ક્રિયા તથા પુણ્ય–પાપના પરિણામ તે બધું પર છે. ઊંધા પુરુષાર્થવડે
પરનું માલિકીપણું માન્યું છે, વિકારી ભાવ તરફ તારું બહારનું લક્ષ છે, તે બધું છોડી, સ્વભાવમાં
શ્રદ્ધા, જ્ઞાન અને લીનતા કરી, એક અંતર્મુહૂર્ત એટલે બે ઘડી છૂટો પડી ચૈતન્યમૂર્તિને છૂટો જો. તે
મોજને અંદરમાં દેખતાં શરીરાદિના મોહને તું તુરત જ છોડી શકશે. ‘झटिति’ એટલે ઝટ દઈને
છોડી શકીશ. આ વાત સહેલી છે કેમકે તારા સ્વભાવની છે. કેવળજ્ઞાન–લક્ષ્મીને
સ્વરૂપસત્તાભૂમિમાં ઠરીને જો, તો પર સાથેના મોહને ઝટ દઈને છોડી શકીશ.
ત્રણ કાળ ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એક સાથે સામા આવીને ઊભા રહે તોપણ
માત્ર જ્ઞાતાપણે રહીને તે બધું સહન કરવાની શક્તિ આત્માના જ્ઞાયક–સ્વભાવની એક સમયની
પર્યાયમાં રહેલી છે. શરીરાદિથી ભિન્નપણે આત્માને જાણ્યો તેને એ પરિષહોના ગંજ જરા પણ
અસર કરી શકે નહિ એટલે કે ચૈતન્ય પોતાના વેપારથી જરા પણ ડગે નહિ.
કોઈ જીવતા રાજકુમારને–કે જેનું શરીર કોમળ છે તેને જમશેદપુરની અગ્નિની ભઠ્ઠીમાં
એકદમ નાખી દે અને તેને જે દુઃખ થાય તેના કરતાં અનંતગણું દુઃખ પહેલી