Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 45

background image
: ૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
સમયપ્રાભૃતનું ફળ – પરમાનંદરૂપ ઉત્તમ સુખ
(માહ વદ છઠ્ઠના રોજ સમયસારની ૪૧પ ગાથા પૂર્ણ થઈ તે પ્રસંગે ઉપકારભાવના)



શ્રી તીર્થંકરભગવાન અને ગણધરાદિ ગુરુઓના પ્રસાદથી શુદ્ધઆત્માનો ઉપદેશ
પામીને, પોતાના શુદ્ધાત્માના અનુભવયુક્ત નિજવૈભવથી આચાર્યદેવે કહેલું આ
સમયપ્રાભૃત એકત્વ–વિભક્ત શુદ્ધ આત્મા દેખાડે છે. જગતમાં સર્વોત્કૃષ્ટ એવો જે શુદ્ધ
આત્મા, તેને દેખવા માટે આ સમયસાર અદ્વિતીય ચક્ષુ છે. સમયસારની અલૌકિક
રચના પૂર્ણ થતાં છેલ્લે ૪૧પમી ગાથામાં તેનું ઉત્તમ ફળ બતાવતાં આચાર્યભગવાન
આશીર્વાદ સહિત કહે છે કે અહો! જે ભવ્યજીવ આ સમયપ્રાભૃતને ભણશે, અર્થ અને
તત્ત્વથી જાણશે, અને તેના અર્થમાં (એટલે વાચ્યરૂપ શુદ્ધ આત્મામાં) ઠરશે તે જીવ
સ્વયં પરમ આનંદરૂપ થશે, ઉત્તમસુખરૂપ થશે.
સમયસાર ઉપર આ ૧પમી વખતનાં પ્રવચનો છે. પૂ. ગુરુદેવ સમયસારની
શરૂઆત અને પૂર્ણતા–એ બંને વખતે અપૂર્વ ઉલ્લાસ અને આનંદનો દરિયો
ઉલ્લસાવીને આપણને અધ્યાત્મરસમાં એવા તરબોળ કરે છે–જાણે આપણને
સિદ્ધલોકમાં લઈ ગયા હોય,–કે સીમંધરનાથની સાક્ષાત્ વાણી સાંભળવા લઈ ગયા
હોય! પહેલી ગાથા દ્વારા આત્મામાં અનંત સિદ્ધ ભગવંતોની સ્થાપના કરતાં આત્મા
પરપરિણતિથી પાછો હઠે છે...ને નિજપદની પ્રીતી કરીને આગળ વધતો વધતો ૪૧પ
મી ગાથામાં પૂર્ણ આનંદરૂપે પરિણમી જાય છે...સમયસારનું આવું ઉત્તમ ફળ સાંભળતાં
આત્મા ઘણો આનંદિત થાય છે. આપણા મહાન ધર્મભાગ્ય છે કે, માત્ર ૭૯ વર્ષ પહેલાં
સાક્ષાત્ તીર્થંકરદેવ પાસે રહેલા પૂ. ગુરુદેવ પરમઅનુગ્રહપૂર્વક આપણને શુદ્ધઆત્મા
આપે છે. બે હજાર વર્ષ પહેલાં કુંદકુંદ ભગવાને સમયસાર દ્વારા જે શુદ્ધાત્મા દેખાડ્યો
તે જ શુદ્ધઆત્મા કહાનગુરુ આજે આપણને દેખાડી રહ્યા છે; ને એ રીતે કુંદકુંદપ્રભુ
સાથે ભાવની સંધિ કરાવી રહ્યા છે.
અહા, અત્યંત પ્રમોદપૂર્વક સમયસારની છેલ્લી ગાથા વાંચતાં ગુરુદેવ કહે છે કે–
જગતને આનંદ જોઈએ છે, તે આનંદ કેમ પ્રાપ્ત થાય–તેની રીત આ સમયસારમાં
બતાવી છે. આત્મા પોતે આનંદમય જ્ઞાનઘન છે; આવા આત્માનો પ્રત્યક્ષ અનુભવ