અમૂર્ત શક્તિનું કાર્ય પણ અમૂર્ત છે; આત્માના અમૂર્તત્વગુણે આખા આત્માને અમૂર્ત
એટલે કર્મના સંબંધ વગરનો રાખ્યો છે. આવા સ્વભાવે આત્માને ઓળખવો તે જ તેની
જ્ઞાનમૂર્તિ આત્મા અમૂર્તપણે શોભી રહ્યો છે. ‘જ્ઞાનમાત્રભાવ’માં અમૂર્તપણું ભેગું
સમાય છે, પણ જ્ઞાનમાત્રભાવમાં મૂર્તપણું ભેગું સમાતું નથી. જ્ઞાનમાત્રમાં કર્મનો
સંબંધ ક્યાંય આવતો નથી, કે દેહાદિની ક્રિયા આવતી નથી. અમૂર્ત આત્મા મૂર્તની
ક્રિયા કેમ કરે? આવો આત્મા દ્રષ્ટિમાં ને અનુભવમાં લીધા વગર ધર્મ થાય નહીં,
એટલે આત્મવૈભવની પ્રસિદ્ધિ થાય નહીં.
આત્માને જ્ઞાનમાત્ર નથી જાણ્યો. જ્ઞાનમાત્ર આત્મામાં જેમ દુઃખ નથી તેમ જ્ઞાનમાત્ર
આત્મામાં મૂર્તનો સંબંધ નથી. જ્ઞાનમાત્ર વસ્તુ સ્પર્શાદિ રહિત જ છે. અરે, અશરીરી
ચૈતન્યબિંબ અરૂપી આત્માને મૂર્તશરીરના સંબંધથી ઓળખવો તે તો શરમ છે–કલંક છે.
પોતાની અનંત ચૈતન્યશક્તિમાં ભગવાન આત્માએ મૂર્તપણાને કદી ગ્રહ્યું જ નથી.
ઉપચારથી કયાંક મૂર્ત કહ્યો પણ તે ઉપચારની વાત અહીં સ્વભાવમાં લાગુ પડતી નથી.
અહીં તો સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને આત્મા શુદ્ધપણે પરિણમે, અને તેમાં ઉપચારનો કે
પરના સંબંધનો અભાવ થઈ જાય એવી વાત છે.
પણ તે અમૂર્તપણામાં સમાય છે. અને અહિં આત્માનો જે અમૂર્તસ્વભાવ કહ્યો તેમાં એ
વિશેષતા છે કે રાગાદિ વિકારભાવો તેમાં ન આવે. જ્ઞાનલક્ષણે લક્ષિત જે અમૂર્તસ્વભાવ
છે તે અહીં બતાવ્યો છે એટલે તેમાં પુણ્ય–પાપરહિત નિર્મળ અમૂર્તપણું જ આવે છે;
વિકાર આ અમૂર્તપણામાં સમાતો નથી, કેમકે તે ‘જ્ઞાનલક્ષણે લક્ષિત’ નથી.