Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 45

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૧
આમ નક્ક્ી થતાં, ખોરાક–વસ્ત્ર–મકાન–સ્ત્રી–શ્વાસ–હવા વગેરે પદાર્થો–તેનાથી
મારું ચેતનપણું ટકે એમ માનીને તેને મેળવવા માટે અજ્ઞાનભાવથી જે ક્રોધ–માન માયા–
લોભ–રાગ–દ્વેષાદિ કરતો હતો તે છૂટી ગયા. કારણ કે તે પદાર્થો મળે કે ન મળે, છેદાય કે
ભેદાય, આગ લાગે કે ચોરાઈ જાય–તોપણ મારા ચેતનમાંથી કાંઈ ચાલ્યું જતું નથી, હું તો
તેના વગર જ જીવું છું. તે પદાર્થો વગર જ જીવ જીવે છે એટલે તેમના કારણે કષાય
કરવાનું ન રહ્યું. વળી મરણની બીક ન રહી એટલે મરણ વખતે પણ ચેતનભાવરૂપ સમાધિ
જ રહેશે, કેમકે હું તો ચેતન છું. આત્મા પોતા સિવાયના બીજા પદાર્થો ઈંદ્રિયો,
ઈંદ્રિયવિષયો, ખોરાક, મકાન, શરીર કે સગાસંબંધી તે બધામાંથી કાંઈ પોતાનું ચેતનપણું
(જીવન) લેતો નથી, એટલે કે તેમનાથી આત્માનું જીવન નથી, તેથી તે બધા પદાર્થો
નકામા લાગે છે, એટલે તેનો મોહ રહેતો નથી. હું મારા ચેતનભાવથી જીવતો છું ને તે તો
મારી સાથે જ છે–કદી મારાથી જુદું નથી.
આ રીતે મારા ચેતનભાવમાં જ રહેતો હું, અન્ય સમસ્ત પદાર્થો પ્રત્યે સામ્યભાવ
ધારણ કરું છું એટલે તેમના પ્રત્યે મને સમતા જ છે. તે બધા મારે માટે માત્ર જ્ઞેયો જ છે.
હવે અહીંથી બીજી ગતિમાં જવાનું થાય તોપણ મારું મરણ નથી, કેમકે મારો
ચેતનભાવ મારી સાથે જ હોવાથી હું જીવતો જ છું. અહીંથી બીજી ગતિમાં જતાં પણ મારું
મરણ નથી પણ ચેતનમય મારું જીવન ચાલુ જ છે. –પછી મૃત્યુનો ભય કેવો? –અસમાધિ
કેવી?
દેવગતિ વખતે દિવ્ય વૈક્રિયિક શરીર જીવની બાજુમાં આવશે, ત્યારે પણ તેનાથીયે
જુદો હું તો અરૂપી સૂક્ષ્મ ચેતન અસંખ્યપ્રદેશી જીવ જ હોવાને લીધે ત્યાંના પદાર્થો પણ
નકામા જ લાગશે, તેમના વડે કાંઈ મારા ચેતનભાવની પુષ્ટિ નહિ થાય. હું મારા
ચેતનપ્રદેશોમાં રહેતો, ચેતનભાવથી જ પુષ્ટ રહેતો, સ્વ–ભાવને વાપરતો થયો છું. અહીં કે
દેવલોકમાં, વિદેહમાં કે મોક્ષમાં, સર્વત્ર મારું જીવન એક પ્રકારનું છે ને મારા ચેતન પ્રાણથી
જ તે પુષ્ટ છે. તેથી મારું જીવન ટકાવવા કોઈ ક્ષેત્ર, કોઈ કાળ કે કોઈ સંયોગો સાથે મને
મતલબ નથી. હું મારા સ્વ–ભાવોથી, ચેતન સુખ વગેરેથી પ્રભુ થયો છું.
પ્રશ્ન:– આત્મા સ્વાલંબી, પોતાના ચેતન વડે જીવતો સાબિત થયો; પણ તે શાશ્વત
હોય એટલે તેની સુખમય અસ્તિ લાંબી સદાકાળ ટકી રહે–એમ સૌને ગમે છે; માટે
આત્માનું જીવન શાશ્વત છે તે પણ સમજાવો.
ઉત્તર:– તમે ચેતનભાવ છો; તમારું ચેતનપણું તમારાથી જુદું પડે નહિ; તમારું
ચેતનપણું બીજા અચેતન પદાર્થોમાં મિશ્રણ પામે જ નહિ.–