૨૪ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
મોંઘી છે પણ મધુરી મીઠી અમૃત જેવી વાત છે. –‘અમૃત ઝર્યા રે પ્રભુ! પંચમકાળમાં.’
–આ સમજતાં આત્મામાં અતીન્દ્રિય આનંદનાં અમૃત ઝરે છે.
આત્માને શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જોતાં તે પરમ પારિણામિકભાવરૂપ દેખાય છે. નય તે
ભાવશ્રુતજ્ઞાનનો અંશ છે. તે નય ઉપયોગાત્મક છે, એટલે શું? કે શુદ્ધદ્રવ્યને લક્ષમાં લઈને
તેેને ધ્યેય કરનાર શુદ્ધનયનો ઉપયોગ તે શુદ્ધદ્રવ્ય તરફ ઢળેલો છે, અને તે પર્યાય છે.
ત્રિકાળદ્રવ્યનો નિર્ણય ત્રિકાળ વડે ન થાય, ત્રિકાળનો નિર્ણય વર્તમાન વડે થાય છે.
અનંત ગુણો સહજ પારિણામિકભાવે જેમાં વર્તે છે એવા શુદ્ધ જીવને જોનારી પર્યાય
તે શુદ્ધનય છે. પ્રગટેલા ભાવશ્રુતજ્ઞાનનો જે ઉપયોગ વર્તે છે તે નય છે. ધ્રુવ વસ્તુનું લક્ષ તો
પલટતું જ્ઞાન કરે છે, કંઈ ધ્રુવ પોતે ધ્રુવનું લક્ષ નથી કરતું; અંદરના શુદ્ધનયના દરવાજામાં
પેસીને મોક્ષનો અનુભવ કરવાની આ વાત છે.
શુદ્ધદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ સત્ છે; પણ ‘છે’ તેની હયાતીનો નિર્ણય કોણે કર્યો? ધ્રુવ તો
કાર્યરૂપ નથી, કાયરૂપ તો પર્યાય છે, ને તે પર્યાય ઉપશમાદિ ભાવરૂપ છે. ધ્રુવસ્વભાવ તે
પારિણામિક પરમભાવ છે. દ્રવ્યાત્મલાભરૂપ જે પારિણામિકભાવ છે તેનો કોઈ હેતુ નથી. –
આવા દ્રવ્ય તરફનો જે જ્ઞાનનો વેપાર એટલે કે અંતર્મુખ ઉપયોગ તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે.
‘નય’ એ ભાવશ્રુતજ્ઞાનનો વેપાર છે.
કર્તાપણું–ભોક્તાપણું તે પર્યાયનું કાર્ય છે, દ્રવ્યદ્રષ્ટિમાં તે કર્તાપણું–ભોક્તાપણું નથી,
આત્મામાં પરનું તો કર્તા–ભોક્તાપણું નથી, રાગનુંય કર્તા–ભોક્તાપણું આત્માના સ્વભાવમાં
નથી, ને નિર્મળપરિણામનું જે કર્તા–ભોક્તાપણું પર્યાયમાં છે તે પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનયની
દ્રષ્ટિમાં આવતું નથી. કેમકે બંને નયના બે વિષયો છે. તે પરસ્પર સાપેક્ષ છે. શુદ્ધદ્રવ્યને
દેખનાર નય તે તો નિર્મળપર્યાય છે. તેમાં આનંદનું કર્તા–ભોક્તાપણું છે. બંધ ને બંધનું કારણ,
મોક્ષ ને મોક્ષનું કારણ–એ બધું પર્યાયમાં છે, દ્રવ્યમાં નથી, એ અપેક્ષાએ જીવને તેનાથી શૂન્ય
કહ્યો છે. જીવમાં બંધપણું કે મોક્ષપણું એ ત્રિકાળી નથી પણ ક્ષણિક પર્યાયરૂપ છે.
શુદ્ધનું લક્ષ કરનાર નિર્મળ પરિણામ છે તે કાંઈ શૂન્ય નથી, તે તો વીતરાગી શાંતિની
અસ્તિરૂપ છે, તેનો કાંઈ અનુભવમાં અભાવ નથી થતો. વિકલ્પનો અભાવ છે, ખેદનો
અભાવ છે, પણ નિર્મળપર્યાય છે તેમાં આનંદનો અભાવ નથી. ત્રિકાળનું લક્ષ કરનાર
વર્તમાન પર્યાય છે, તેનો અનુભવ છે. અનુભવની પર્યાય છે તે ત્રિકાળી શુદ્ધસ્વભાવ તરફ
ઢળી છે; શુદ્ર દ્રવ્યના લક્ષે તે પરિણામ થયા છે, તે પરિણામ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં નથી, એ
અપેક્ષાએ શુદ્ધજીવને બંધ–મોક્ષના પરિણામથી શૂન્ય કહ્યો; અને આવા શુદ્ધસ્વભાવના લક્ષે જે
નિર્મળપર્યાય પ્રગટી તેમાં વિકલ્પની–ખેદની શૂન્યતા છે. શુદ્ધનયવડે આવા શુદ્ધજીવનો
અનુભવ તે મોક્ષમાર્ગ છે.
* * *