Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 45

background image
: આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
આ સમયસારની ૧પમી ગાથા વંચાય છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા; ને શુદ્ધ
આત્મા એ જિનશાસન; શુદ્ધ આત્માના અનુભવ વગર જિનશાસનની ખબર ન પડે.
અહીં સમ્યગ્દર્શનપૂર્વક જ્ઞાનમાં જે શુદ્ધાત્માની અનુભૂતિ થઈ–તેનું વર્ણન આ પંદરમી
ગાથામાં છે. શુદ્ધ આત્માના અનુભવથી પવિત્ર આનંદદશા થઈ તે જિનશાસન.
જિન સોહી હૈ આત્મા; અન્ય હૈ સો કર્મ;
કર્મ કટે સો જિનવચન, યહી તત્ત્વજ્ઞાનીકા મર્મ.
(શ્રીમદ્ રાજચંદ્ર)
આત્માના સ્વભાવનો ઘણો મહિમા છે, તે પહેલાં લક્ષગત થવો જોઈએ. આવા
આત્માના અનુભવ વગર આખી દુનિયા દુઃખી છે. શુદ્ધ આત્માની જેને ખબર નથી ને
રાગ–દ્વેષ–પુણ્ય–પાપ વગેરેમાં સુખ માની રહ્યા છે તે તો બધા આકુળતારૂપી દુઃખના
ડુંગરે બળી રહ્યા છે. આત્મા તો પરમ શાંતિરૂપ આનંદનો ડુંગરો છે. અનંત સર્વજ્ઞ
પરમેશ્વરે આવા આત્માને પ્રગટ કર્યો છે. જગતમાં સર્વજ્ઞ અનાદિથી સદાય છે ને નવા
નવા થતા જ આવે છે. ત્રણકાળને જાણનાર એવા ત્રિકાળજ્ઞનો ત્રણકાળમાં કદી વિરહ
નથી. અત્યારે વિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન વગેરે લાખો કેવળીભગવંતો બિરાજી રહ્યા
છે ને દિવ્યધ્વનિ વડે જિનશાસન ઉપદેશી રહ્યા છે. તે જિનશાસનમાં કેવો આત્મા કહ્યો
છે તેનું આ સમયસારની ૧પ મી ગાથામાં વર્ણન છે–
जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णमविसेसं
अपदेससन्तमज्झं पस्सदि जिणसासणं सव्वं ।।
१५।।
અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય જે અવિશેષ દેખે આત્મને,
તે દ્રવ્ય તેમજ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧પ.
જે પુરુષ આત્માને અબદ્ધસ્પૃષ્ટ અનન્ય અવિશેષ તથા નિયત અને અસંયુક્ત
દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે, –કે જે જિનશાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ
અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.
“જે આ અબદ્ધસ્પૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ
ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ
છે...”