રજતજયંતિનું વર્ષ
ર૯પ
વીતરાગી સન્તો દ્વારા વિશ્વ શોભે છે
આ વિશ્વ શોભે છે તે માત્ર
વીતરાગભાવરૂપ ધર્મતીર્થવડે જ શોભે છે; એવા
તીર્થને સાધનારા ને પ્રવર્તાવનારા એવા સન્તો
જગતમાં શોભે છે. એવા સન્ત જ્યાં જ્યાં જાય ત્યાં
આનંદમંગળ વર્તે છે; ગ્રીષ્મના તીવ્ર તાપથી સંતપ્ત
જનોને મેઘવર્ષા વડે જેમ શાંતિ થાય છે તેમ
ભવતાપથી તપ્ત ભવ્યજીવોને વીતરાગી સન્તોની
વાણીરૂપ મેઘવર્ષા પરમ શાંતિ આપે છે. એવા
સન્ત દ્વારા આજે ભારતમાં સુવર્ણધામ શોભી રહ્યું
છે. સુવર્ણના સન્ત ભવ્યજીવોને વીતરાગમાર્ગ
દર્શાવીને અનંત શાંતિમય સુખધામમાં લઈ જાય
છે. અહો, એવા ઉપકારી સન્તોને નમસ્કાર હો.
ધન ધન જગમાં એવા સન્તો...સંગત જેની બહુ સારી.
તંત્રી : જગજીવન બાવચંદ દોશી • સંપાદક : બ્ર. હરિલાલ જૈન
વીર સં. ર૪૯૪ વૈશાખ (લવાજમ : ચાર રૂપિયા) વર્ષ રપ : અંક ૭