એ જ સુખ છે.
મારું સુખ બહારમાં નથી, તો બહારમાં મને કેમ
ગોઠે?
મને ક્યાંય ન ગમે પણ આત્મામાં ગમે.
એક આત્મામાં ઉપયોગ જોડીને રહેવું તે એકત્વ–
જીવન છે.
એકત્વ–જીવન એ શાંત જીવન છે એ સુખી જીવન છે.
ચિત્તમાં આત્માથી બીજા ભાવોનું ઘોલન થતાં
એકત્વમાં ભંગ પડે છે, એટલે સુખમાં ભંગ પડે છે.
જેમાં દુઃખ લાગે એનાથી જીવ ભાગે.
જેમાં ખરેખર ગમે. તેમાં જરૂર ઉપયોગ જોડે.
વિભાવોમાં જો ખરેખર દુઃખ લાગે તો તેનાથી પાછો
ફરીને નિજસ્વરૂપમાં આવી જ જાય.
નિજસ્વરૂપ જો ખરેખર ગમતું હોય તો ઉપયોગને
અંતર્મુખ કરીને તેને જાણે જ.
જો સ્વમાં એકતા ન કરે ને પરથી ભિન્નતા ન જાણે
તો તેને સ્વ પરનું ભેદજ્ઞાન થયું જ નથી.
જ્યાં ભેદજ્ઞાન છે ત્યાં નિજાનંદની અનુભૂતિ છે.