ફોન નં.૩૪ “આત્મધર્મ” Regd. No. G. 182
मोतीनन्दन के दिये हुए अच्छे मोती
o રાગને જાણતી વખતે પણ જ્ઞાન તો જ્ઞાન જ છે, જ્ઞાન કાંઈ રાગ થઈ ગયું નથી,
જ્ઞાન પોતે જો રાગ થઈ જાય તો રાગને જાણે કોણ?
•
o શરીર તે મોક્ષનું કારણ છે એમ માનનાર શરીરનું મમત્વ કદી છોડશે નહિ એટલે
શરીરરહિત મોક્ષદશાને પામશે નહિ.... ફરી–ફરીને શરીર જ ધારણ કરશે.
•
o મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વે આત્મામાં છે...એટલે કે
દરેક આત્મા સર્વજ્ઞસ્વભાવથી પરિપૂર્ણ છે. તેની પ્રતીત કરનારને તે પ્રગટે છે.
•
o અંતરમાં ચેતનાના થનગણાટપૂર્વક જે જીવને આત્મલગની લાગી છે તે જીવ સતત
પ્રયત્ન વડે સમ્યગ્દર્શન પ્રગટ કરશે જ.
•
o જ્ઞાનીઓએ શિખામણ આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું...હવે તો જીવે પોતે
જાગવાનું છે. જીવ જાગે તો એક ક્ષણમાં આત્માનું કામ કરી લ્યે એમ છે. જાગ રે
જીવ જાગ!
•
o જ્ઞાની પુરુષોનો માર્ગ ત્યારે જ ઉપાસ્યો કહેવાય છે જ્યારે પોતે સ્વાનુભવ કરીને
તે માર્ગે ચાલે. જાત–અનુભવ વડે જ જ્ઞાનીનો માર્ગ દેખાય છે.
•
o રાગના અભાવમાં આત્માનો અભાવ નથી થઈ જતો, કેમકે રાગ તે
આત્મસ્વભાવ નથી.
જ્ઞાન ન હોય તો આત્મા ન હોય–કેમકે જ્ઞાન તે આત્મસ્વભાવ છે.
માટે જ્ઞાન ને રાગ જુદા છે: એક આત્મસ્વભાવ છે, ને બીજો આત્મસ્વભાવ નથી.
•
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય : સોનગઢ (પ્રત: ૨પ૦૦)