: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૩૭ :
• અષ્ટાહ્નિકામાં પૂર્ણ થયું હતું. આ વખતનું અષ્ટાહ્નિકાપૂજન હરગોવિંદભાઈ દેવચંદ મોદી
તરફથી હતું.
• પૂ. ગુરુદેવના પ્રવચનમાં સવારે કલશટીકા વંચાય છે, જે થોડા વખતમાં પૂર્ણ થશે. બપોરે
પ્રવચનમાં સમયસાર (પંદરમી વખત) વંચાતું હતું તે શ્રાવણ સુદ પાંચમના રોજ પૂર્ણ
થયું છે; ને સમયસારનો કર્તાકર્મ અધિકાર ફરી શરૂ કરેલ છે. સમયસાર ઉપર પંદરમી
વખતના પ્રવચનમાં પ૧૨ પ્રવચનો થયા–જેનું ટેપ–રેકર્ડિંગ થયેલ છે.
• પ્રૌઢ શિક્ષણવર્ગ શ્રાવણ સુદ પાંચમથી શરૂ થયેલ છે; અનેક ગામોથી જિજ્ઞાસુ ભાઈઓ
આવીને ઉત્સાહથી અધ્યાત્મજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે. સવારથી રાત સુધી
સોનગઢનું વાતાવરણ ધાર્મિક મેળા જેવું શોભે છે.
• સોનગઢમાં દસલક્ષણી પર્યુષણ પર્વ ભાદરવા સુદ ૪ ને મંગળવારે શરૂ થશે. ત્યાર પહેલાં
રાબેતા મુજબ ધાર્મિક પ્રવચનનાં ખાસ દિવસો શ્રાવણ વદ ૧૨ ને બુધવારથી શરૂ થશે.
વૈરાગ્ય–સમાચાર
• નાઈરોબી (આફ્રિકા) ના ભાઈશ્રી કચરાભાઈ નરસી તા.૨–પ–૬૮ ના રોજ નાઈરોબી
મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. નાઈરોબી મુમુક્ષુમંડળના તેઓ એક ઉત્સાહી કાર્યકર હતા,
તેમના ઘરેથી જ મુમુક્ષુમંડળની સ્થાપના થયેલ હતી; તેમને શાસ્ત્રાભ્યાસનો પણ રસ
હતો, ને ટૂંક વખતમાં દેશમાં આવીને સોનગઢ રહેવાની તેમની ભાવના હતી.
• અમદાવાદના ભાઈશ્રી હિંમતલાલ પોપટભાઈ કામદાર (તે પ્રભાકરભાઈના પિતાજી)
તા.૧–૭–૬૮ ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
• દાહોદના ભાઈશ્રી સંતોકચંદજી માણેકચંદજીના ધર્મપત્ની કસ્તુરીબેન અસાડ સુદ દસમના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ ત્રણ વખત દાહોદ પધાર્યા ત્યારે તેમણે લાભ લીધો
હતો.
• મોરબીના ભાઈશ્રી છોટાલાલ નાનચંદ ટોળીઆ તા.૧૨–૭–૬૮ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે. તેઓ મોરબી મુમુક્ષુમંડળના એક ઉત્સાહી કાર્યકર હતા.
• વઢવાણ શહેરના ભાઈશ્રી ધરમશીભાઈ મણિઆર (તે બ્ર. લલિતાબેનના પિતાજી)
શ્રાવણ સુદ છઠ્ઠના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. ચૈત્ર માસમાં ગુરુદેવ વઢવાણ પધારેલ
ત્યારે તેમણે ઉત્સાહથી લાભ લીધો હતો.
– સ્વર્ગસ્થ આત્માઓ દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.